GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

શિક્ષણમાં નબળો દેખાવ ધરાવતા દેશના ટોપ 50 જિલ્લામાં ગુજરાતના 8 જિલ્લાઓ !!!

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા સર્વેક્ષણ રિપોર્ટ -2024 (પરખ) અનુસાર, ધોરણ 3 અને 9ના શિક્ષણમાં નબળો દેખાવ ધરાવતા દેશના ટોપ 50 જિલ્લામાં ગુજરાતના 8 જિલ્લાઓ છે. જેમાં ધોરણ 3માં સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતના પાંચ એન ધોરણ 9માં મધ્ય ગુજરાતના 3 જિલ્લાઓનું નબળું શિક્ષણ રહ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે બજેટમાં આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ પાછળ-નવી સુવિધાઓ પાછળ કરોડો રૂપિયા ફાળવવામા આવે છે. કરોડો રૂપિયા ખર્ચાય છે છતાં પણ આદિજાતિ વિસ્તારના જિલ્લામાં હજુ પણ શિક્ષણની હાલત કથળેલી છે. તે વાત કેન્દ્ર સરકારના પરખ સર્વેક્ષણ 2024ના રિપોર્ટ પરથી સાબિત થાય છે. આ રિપોર્ટમાં ધોરણ 3, 6, અને ધોરણ 9માં ભણતા બાળકોની શૈક્ષણિત ક્ષમતાના સર્વે બાદ બહાર આવેલા તારણોમાં અને ઊચ્ચ દેખાવ કરનારા ટોપ 50 અને નબળો દેખાવ કરનારા ટોપ 50 જિલ્લા તારવવામાં આવ્યા છે. જેમાં ધોરણ 3, 6 અને ધોરણ 9ના શિક્ષણમાં શ્રેષ્ઠ રહેલાદેશના ટોપ 50 જિલ્લામાં ગુજરાતનો એક પણ જિલ્લો નથી. બીજી તરફ નબળું શિક્ષણ ધરાવતા જિલ્લાઓમાં ગુજરાતના આઠ જિલ્લાઓનો સમાવેશ થયો છે.

ધોરણ 3ના શિક્ષણની વાત કરીએ તો નબળું શિક્ષણ ધરાવતા દેશના 50 જિલ્લામાં જામનગર, ગીર સોમનાથ, ખેડા, પોરબંદર અને છોટા ઉદેપુર જિલ્લો છે. જ્યારે ધોરણ 9માં નબળું શિક્ષણ ધરાવતા હોય તેવા 50 જિલ્લામાં ડાંગ, છોટા ઉદેપુર અને દાહોદ સહિતના ત્રણ આદિજાવિસ્તાર ધરાવતા જિલ્લાઓ છે. આ સર્વેક્ષણમાં ધોરણ 3માં 27, 741 સ્કૂલોના 599026 બાળકો, ધોરણ 6માં 26973 સ્કૂલોના 6631૯5 બાળકો અને ધોરણ 9માં 31406 સ્કૂલોના 852801 બાળકો પર સર્વે હાથ ધરાયો હતો.

મહત્ત્વનું છે કે ગુજરાતમાં જ્યાં સરકારી અને કોર્પોરેશન સ્કૂલોના પ્રાથમિક શિક્ષકો પાસે હજુ પણ અનેક પ્રકારની કામગીરીઓ કરાવવામા આવે છે, ત્યારે શિક્ષકો બાળકોના શિક્ષણમાં પુરતું ધ્યાન આપી શકતા ન હોઈ તેની સીધી અસર દેખાય છે. દર વર્ષે ધોરણ 10-12ના બોર્ડ પરિણામમાં આદિજાતિ વિસ્તારના જિલ્લાઓનું પરિણામ ઓછું આવે છે. જ્યારે કરોડો રૂપિયા ખર્ચવા છતાં પણ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં હજુ પણ આદિજાતિ વિસ્તારના જિલ્લામાં શિક્ષણનું સ્તર જોઈએ તેટલુ સુધર્યું નથી.

Back to top button
error: Content is protected !!