GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI: મોરબીના રવિરાજ ચોકડી પાસેથી ટ્રકમાંથી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

MORBI: મોરબીના રવિરાજ ચોકડી પાસેથી ટ્રકમાંથી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

 

 

મોરબી તાલુકાના મોરબી માળીયા હાઇવે રોડ ઉપર રવિરાજ ચોકડી પાસેથી ઇગ્લીશ દારુ હેરાફેરી કરી રહેલ ટ્રેઇલરમાંથી ઇગ્લીશ દારૂની ૨૭૫૨ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.


મોરબી તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે એક ટ્રેલર નં. RJ-32-GD-2842 નો ચાલક પોતાના કબ્જાવાળા ટ્રેલરમાં ઇંગ્લીશદારૂ નો જથ્થો રાખી માળીયા તરફ થી મોરબી બાજુ આવનાર છે જે મળેલ બાતમીના આધારે રવીરાજ ચોકડી ખાતે વોચ તપાસ ગોઠવાયેલ જે દરમ્યાન બાતમવાળો ટ્રેઇલર નં.RJ-32-GD-2842 આવતા તેને ચેક કરતા ઠાઠામાં સફેદ કાંકરી ભરેલ જેના ઉપર પ્લાસ્ટિકના બાચકામાં પુઠ્ઠા ના બોકસમાં અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૨૭૫૨ કી. રૂ. ૬,૦૫,૦૪૦ /- તથા ટ્રેઇલર રજી.નં. RJ-32-GD-2842 કિં.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા એક વિવો કંપની નો એન્ડ્રોઇડ કીરૂ ૫૦૦૦/- મળી કૂલ ફૂલ રૂ. ૧૬,૧૦,૦૪૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રેઇલર ચાલક રમજાનભાઇ પુનાભાઇ કાઠાત (ઉવ-૨૫) રહે. ગોડલીયા થાના-સેંદડા તા.જી બ્યાવર રાજસ્થાનવાળા વિરૂધ્ધ પ્રોહીબીશન મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ.એ.પી.જાડેજા નાઓ ચલાવી રહેલ છે.

Back to top button
error: Content is protected !!