કાલોલ ભાજપ સંગઠન દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશભાઈ વિશ્વકર્મા ની નિમણૂંકને લઇ ફટાકડા ફોડી ઉજવણી કરી..
તારીખ ૦૪/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશભાઈ વિશ્વકર્મા ની નિમણુક કરવામાં આવતા કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે કાલોલ તાલુકા ભાજપ અને શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોની ઉપસ્થિતિ વચ્ચે એક શાનદાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કાલોલ શહેર ભાજપ મંડળના પ્રમુખ કલ્પેશભાઇ પારેખ,કાલોલ તાલુકા ભાજપ મંડળના મહામંત્રી વિરેન્દ્રસિંહ પરમાર,કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા અને ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી સહિત કાલોલ તાલુકા સહિત શહેરના ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશભાઈ વિશ્વકર્મા ની નિમણુક ની જાહેરાત થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જ્યાં ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને પ્રદેશ ભાજપ પ્રમુખ ની નિમણુંકને લઇ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરોએ ભારે સુત્રોચ્ચાર સાથે નારા લગાવી નિમણુંકને વધાવી લીધી હતી. પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂંકના કાર્યક્રમે લઈ કાર્યકરોમાં નવી ઉર્જા ભરી અને કાલોલ તાલુકા અને શહેર ભાજપ મંડળના ભાજપ કાર્ય માટે નવી દિશામાં એક મજબૂત સંકલ્પ કર્યો હતો.