ધ્રાંગધ્રા ગ્રામ્યમાં એજાર તાલુકા પંચાયત સીટના મહિલા સભ્યએ રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી
તા.04/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ગ્રામ્યમાં એજાર તાલુકા પંચાયત સીટના મહિલા સભ્ય રીટાબેન મુકેશભાઈ ઝાંઝરિયાએ રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે ધ્રાંગધ્રાથી કુડા ગામ તરફનો જર્જરિત બ્રિજ છેલ્લા ત્રણ મહિનાથી બંધ હોવા અને વૈકલ્પિક માર્ગની ખરાબ સ્થિતિને કારણે આઠ ગામના લોકોને પડતી હાલાકીના વિરોધમાં તેમણે આ પગલું ભરવાની જાહેરાત કરી છે રીટાબેનના પતિ મુકેશભાઈ ઝીંઝરિયાએ જણાવ્યું હતું કે ધ્રાંગધ્રા-કુડા માર્ગ પરનો બ્રિજ ત્રણ મહિનાથી બંધ છે તંત્ર દ્વારા ડાયવર્જન બનાવવામાં આવ્યું છે પરંતુ તે પણ બિસ્માર હાલતમાં છે આ કારણે કુડા, વિરેન્દ્રગઢ, એજાર, નિમકનગર, જેસડા, કોપરણી સહિત આઠ ગામના રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બિસ્માર ડાયવર્જનને કારણે એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓ પણ સમયસર પહોંચી શકતી નથી આથી, જર્જરિત બ્રિજનું કામ તાત્કાલિક શરૂ કરવા માટે દસ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે જો દસ દિવસમાં બ્રિજનું કામ શરૂ નહીં થાય તો રીટાબેન સભ્ય પદેથી રાજીનામું આપી દેશે આ રાજીનામાની ચીમકી જાહેર થતાં જ ભાજપ પ્રમુખ દ્વારા રીટાબેન અને તેમના પતિનો સંપર્ક સાધવામાં આવ્યો હતો સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી રાજીનામાની પોસ્ટ પરત ખેંચવા માટે મનામણા શરૂ કરવામાં આવ્યા છે અગાઉ પણ ધારાસભ્ય ફોન ન ઉઠાવતા હોવાના આક્ષેપ સાથે ગ્રામ્ય સંગઠન મંત્રીએ રાજીનામું આપ્યું હતું જેના કારણે ધ્રાંગધ્રા ગ્રામ્ય ભાજપને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે.