વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
સંવત ૨૦૮૧ ના અંતિમ સમયમાં જાહેર રજાઓ તથા તહેવારો એકસાથે આવતા પ્રજાજનોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વિશ્વ આદિવાસી દિવસ અને રક્ષાબંધનના તહેવાર એક જ દિવસે ઉજવાયા હતા.ખેરગામ ખાતે ૧૫ ઑગસ્ટના રાષ્ટ્રીય પર્વે ગ્રામસભા યોજાઈ હતી, તેમજ અગાઉ ૫ જૂનની ગ્રામસભાની વિગત સાથે પુનઃ બીજી ઑક્ટોબર — દશેરાના વિશેષ તહેવારે ફરી ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ દશેરાના દિવસે યોજાયેલી ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમ્યાન ગામના વિવિધ વિકાસ કામો અંગે ચર્ચા વિચારણા થઈ, તેમજ સ્વચ્છતા અને આરોગ્ય જાળવણી અંગે ખાસ ધ્યાન આપવામાં આવ્યું.૧૭ સપ્ટેમ્બર થી ૨ ઑક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫’ અંતર્ગત ખેરગામ તાલુકા પંચાયત દ્વારા “સ્વચ્છોત્સવ” ઉજવાયો. આ અવસરે ખેરગામ રેફરલ હોસ્પિટલ (સામૂહિક આરોગ્ય કેન્દ્ર) ને સ્વચ્છતા જાળવણી માટે વિશેષ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું, જે સરપંચ શ્રીમતી ઝરણાબેન પટેલ દ્વારા મમતાબેન મહેશભાઈ ને અર્પણ કરવામાં આવ્યું.