BANASKANTHAGUJARAT

કરજાપુરા (સદરપુર) ખાતે વેજુબાઈ નો યજ્ઞ,રમેલ તથા ધાર્મિક પ્રસંગે જૂની પરંપરા મુજબ ઉજવાયો..

રમેલ‌નો પ્રસંગ સાદી રીતે ઉજવણી કરી સમાજ હિત માટે ખોટા ખર્ચા ન થાય તેની નાવોર પરિવારે શરૂઆત કરી...  

કરજાપુરા (સદરપુર) ખાતે વેજુબાઈ નો યજ્ઞ,રમેલ તથા ધાર્મિક પ્રસંગે જૂની પરંપરા મુજબ ઉજવાયો..
—————————————-
રમેલ‌નો પ્રસંગ સાદી રીતે ઉજવણી કરી સમાજ હિત માટે ખોટા ખર્ચા ન થાય તેની નાવોર પરિવારે શરૂઆત કરી…
—————————————-
ડીસા તાલુકા ના કરજાપુરા (સદરપુર) ખાતે નાવોર પરિવાર ના આંગણે બિરાજમા વેજુબાઈ નો એક દિવસીય ધાર્મિક ઉત્સવ ઉજવાયો.આસોસુદ-૧૦ (દશેરા) ને ગુરૂવાર તા.૦૨/૧૦/૨૦૨૫ ના પાવન દિવસે કરજાપુરાના નાવોર પરિવાર ના આંગણે બિરાજમાન વેજુબાઈનો યજ્ઞ (હવન) સાગર રાયકાના યજમાનપદે શાસ્ત્રીજી કનુભાઈ પંડિતના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાન થી મંત્રોચ્ચાર સાથે યોજાયેલ અને રાત્રે ભવ્ય રમેલ (જાતર)નું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનો યુવાનો વડીલો સહિત સંતો અને ભુવાજીઓ ઉપસ્થિત રહી કાર્યકમની શોભા વધારી હતી.રાત્રે યોજાયેલી માતાજીની રમેલનો પ્રસંગ રબારી સમાજના બંધારણ મુજબ ડી.જે.સાઉન્ડ સિસ્ટમ અને કલાકારો વગર માત્ર સાદી રમેલ જે વર્ષોની ચાલી આવતી પરંપરા મુજબ ડાકલાઓ અને પાવળીયા વાળી રમેલ કરી હતી.રમેલના પ્રસંગમાં સમાજ ને ફાયદો થાય સમાજ હિત માટે ખોટા ખર્ચાનો નાવોર પરિવારે બંધ કરી રબારી સમાજમાં એક નવો સંદેશ આપ્યો છે ત્યારે રમેલ ના પ્રસંગ મા દુરદેશાવર થી માતાજીના ભુવાજીઓ હાજરી રહી ભક્તો ભાવિકોને ખમ્મામજા ના આર્શીવાદ આપ્યા હતા. વેજુબાઈ માતાજીના મહોત્સવમાં નાવોર (દેસાઈ) પરીવાર માંથી લેબાભાઈ, દલાભાઈ, સાગરભાઈ રાયકા (બી.કે.પોલીસ),તેજાભાઈ, નાગજીભાઈ (બી.કે.પોલીસ), સતિષભાઈ સહીત રબારી પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!