GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીમાં હસ્ત કલાના કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સરસ મેળાનો પ્રારંભ

MORBI મોરબીમાં હસ્ત કલાના કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સરસ મેળાનો પ્રારંભ

 

 

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેધીના હસ્તે ખુલ્લો મુકાયો સરસ મેળો તા. ૧૭ ઓકટોબર સુધી ચાલશે

આત્મનિર્ભરતા માટે બહેનો દ્વારા બનાવવામાં આવેલ પટોળા, બાંધણી ચણીયા ચોળી જેવા અનેક વસ્ત્રોની વિશાળ શ્રેણી

મોરબીમાં રત્નકલા ગ્રાઉન્ડ, સ્કાય મોલની બાજુમાં, શનાળા રોડ ખાતે હસ્ત કલાના કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સરસ મેળો–૨૦૨૫નું ઉદ્ઘાટન તા. ૪ ઓક્ટોબરે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેધીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સરસ મેળો તા. ૧૭ ઓકટોબર સુધી સવારે ૧૦ થી રાત્રીના ૧૦ સુધી ચાલશે.

ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગના ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ.ના ઉપક્રમે આ મેળાનું આયોજન કરાયું છે, જે તા. ૪ થી ૧૭ ઓક્ટોબર સુધી ચાલશે. જેનો બહોળી સંખ્યામાં લાભ લેવા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી એ લોકોને અનુરોધ કર્યો છે.

અહી બહેનો દ્વારા બનાવવામાં આવેલ હસ્તકળાના વિવિધ નમૂનાઓ, પટોળા, બાંધણી ચણીયા ચોળી જેવા અનેક વસ્ત્રોની વિશાલ શ્રેણી, પારંપરિક નાસ્તાઓ થકી આત્મનિર્ભરતા મેળવશે.

એસ. જે. ખાચર, કલેક્ટરશ્રી (ઈ.ચા.) તથા નિવાસી અધિક કલેકટરશ્રી, એન. એસ. ગઢવી જિલ્લા વિકાસ અધિકારીશ્રી (ઈ.ચા.) નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, અશોકભાઈ દેસાઈ (તાલુકા પંચાયત પ્રમુખશ્રી- મોરબી) સહિતના અધિકારીઓશ્રી તથા પદાધિકારીશ્રી ઉપસ્થિતિ રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!