WAKANER:વાંકાનેર વરડુસર ગામે વાડીના મકાનમાં જુગાર રમતા આઠ ઇસમો ઝડપાયા
WAKANER:વાંકાનેર વરડુસર ગામે વાડીના મકાનમાં જુગાર રમતા આઠ ઇસમો ઝડપાયા
વાંકાનેર વરડુસર ગામની સીમમાં આવેલ વાડીના મકાનમાં જુગાર ધામ પર રેડ કરી પોલીસે જુગાર રમતા આઠ ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ, ૮ મોબાઈલ અને ચાર વાહન સહીત કુલ રૂ ૩.૮૧ લાખનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વરડુસર ગામની સીમમાં આરોપી નાથાભાઈ લખમણભાઈ ડોડીયાના કબ્જા વાળી વાડીના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી વાડીના મકાનમાં જુગાર રમતા નાથાભાઈ લખમણભાઈ ડોડીયા, હમીર ગોવિંદભાઈ ડાભી, સનાભાઇ નરશીભાઈ ઝેઝરીયા, નાજાભાઈ છેલાભાઈ ડાભી, સુરેશભાઈ અરજણભાઈ ડાભી, ભીમાભાઇ ગોવિંદભાઈ ઓળકીયા, સંજય બીજલભાઈ ફીસડીયા અને દિગ્વિજયસિંહ નટુભા પરમાર એમ આઠને ઝડપી લીધા હતા
પોલીસે સ્થળ પરથી રોકડ રૂ ૯૭,૦૨૦ તેમજ આઠ મોબાઈલ કીમત રૂ ૨૪,૦૦૦ અને કાર તેમજ ૦૩ બાઈક કીમત રૂ ૨,૬૦,૦૦૦ સહીત કુલ રૂ ૩,૮૧,૦૨૦ નો મુદામાલ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે