હાલોલ નગરના તળાવ કિનારા ઉપર આવેલ 30 વર્ષ પહેલાં બનાવવામાં આવેલ કોમ્પલેક્ષને પાલિકાતંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧.૭.૨૦૨૫
પંચમહાલ જીલ્લાના હાલોલ નગરના માધ્યમમાં પાવાગઢ તરફ જવાના તળાવ કિનારા ઉપર નગર પંચાયત આથી 30 વર્ષ પહેલા શોપિંગ કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યું હતુ જે આજની તારીખ જર્જરીત થયું હોવાને કારણે તેમજ તળાવનું બ્યુટિફિકેશન ને લઈ આ શોપિંગ કોમ્પલેક્ષ ને દૂર કરવાની કામગીરી હાલોલ નગર પાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકર તેમજ તેમની ટીમ સહિત પોલીસ કાફલા સાથે આજે બપોરના સમયે આ કોમ્પલેક્ષને દૂર કરવાની કામગીરી શરૂ કરતા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો દુકાનદારો ધ્વારા રજુઆતો કરવામાં આવી હોવા છતા એક પણ રજૂઆતને સાંભળ્યા વગર કામગીરી આરંભ કરી દેતા દુકાનદારોને પોતાનો સર સામાન ખસેડવા થોડોક સમય આપી ત્રણ બુલડોઝર ટ્રેકટર સહિત શોપિંગ કોમ્પલેક્ષ ને જમીન દોસ્ત કરવાની કામગીરી આરંભી દેવાઈ હતી.વર્ષો જૂનું અને નગરની મધ્યમાં ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલ કોમ્પલેક્ષને પાલિકાતંત્ર દ્વારા જમીન દોસ્ત કરવાની કામગીરી વાયુવેગે નગરમાં ફેલાતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.જ્યારે પાછલા દિવસોમા પણ ગેરકાયદેસર બાંધકામો પર કાર્યવાહી કરવામા આવી હતી.આજે મંગળવાર ના રોજ બપોરના 1 વાગ્યાના અરસામાં પાલિકા તંત્ર દ્વારા તળાવ કિનારા પર આવેલી 35 જેટલી દુકાનો ધરાવતા કોમ્પલેક્ષ પર પોલીસને સાથે રાખીને બુલડોઝર ચલાવાયુ હતુ.આ શોંપિંગ કોમ્પલેક્ષના માલિકોને પાલિકાતંત્ર દ્વારા અગાઉ નોટીસ પણ આપવામા આવી હતી.સાથે સાથે તેની બાંધકામની આવરદા 30 વરસથી વધારે થઈ ગઈ હતી.એક બાજુ વેપારીઓમાં પાલિકાની કાર્યવાહીને લઈ રોષ પણ જોવા મળ્યો હતો.જ્યારે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસનો પણ બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.પોલીસના બંદોબસ્ત વચ્ચે ત્રણ જેટલા બુલડોઝરથી કાર્યવાહી કરવામા આવી હતી. હાલોલ પાલિકા દ્વારા આગામી સમયમા બ્યુટિફિકેશન કરવામા આવનાર છે.તેને લઈને પાલિકા વિસ્તારમાં નડતર રુપ તેમજ ગેરકાયદેસર દબાણો દુર કરવાની કામગીરી કરવામા આવી રહી છે.આ કોમ્પલેક્ષ 1985 તેમજ 1995 ના સમય ગાળા દરમ્યાન 35 જેટલી દુકાનો ઊભી કરી દેવામાં આવી હતી.કોઇપણ પ્રકારનું ભાડું નગર પાલિકામાં ભરપાઈ ન થતું હતું.પાલિકા દ્વારા આ શોપિંગ કોમ્પલેક્ષ તોડવાની કામગીરી નિર્ણય લેતા દુકાનદારોએ તાત્કાલિક ખાલી કરવાની શરૂઆત કરવામા આવી હતી. ત્રણ જેસીબી નગર પાલિકા વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર સાથે રાખીને તોડવાની કામગીરી શરૂ કરવામા આવી હતી.પાલિકાના ચીફ ઓફીસર હિરલ ઠાકર તેમજ પાલિકાના અન્ય અધિકારીઓની ટીમ હાજર રહી હતી.તેમજ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.જોકે શોપિંગ કોમ્પલેક્ષ માં દુકાન ધરાવતા દુકાનદારોમાં ગણગણાટ સાંભળવા મળ્યો હતો કે નગર પંચાયત દ્વારા વર્ષો પહેલા આ તળાવના કિનારા પર શોપિંગ કોમ્પલેક્ષ બનાવી દુકાનદારો પાસેથી ડિપોઝિટ મેળવી દુકાન ફાળવવામાં આવેલ આજે તેજ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે શોપિંગ કોમ્પલેક્ષ ને જમીન દોસ્ત કરવાની કામગીરી આરંભ કરી દેતા વર્ષો થી કોમ્પલેક્ષમાં ડિપોઝિટ આપી દુકાન ધરાવતા દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી આપવામાં આવી ન હોવાને લઈને દુકાનદારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો.