નરેશપરમાર.કરજણ-
યુ કે ના વિઝા આપવાના બહાને 20 લાખ ની છેતરપિંડી
પાલેજ પોલીસ સ્ટેશન મા વિઝા આપવાના બહાને ઠગાઈ કરનાર 2 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
યુ કે નાં વિઝા અપાવવાના બહાને સુરત નાં કામરેજ ખાતે રહેતા ઈસમ સાથે પાંચ લાખની ઠગાઈ કરાયાની ફરિયાદ બે ઈસમો સામે પાલેજ પોલીસ સ્ટેશને નોંધાય હતી.સુરત ના કામરેજ ખાતે રહેતા રોહિત ભાઈ વાઘેલા એ પાલેજ પોલીસ મથકે ફરિયાદ માં જણાવ્યું હતું કે મારી પત્ની ની સહેલી એ યુ કે માં રહેતા તેના જીજાજી રવિશિંગ વિચાર કન્સલ્ટિંગ નું કામ કરે છે.પાલેજ ના યાસીન પટેલ તેમના પાર્ટનર છે.તેવું જણાવતા ફરિયાદી એ વિદેશ જવા સારું તેમનો સંપર્ક કર્યો હતો.તે બાદ પાલેજ રેલવે સ્ટેશન ની પાછળ દત્તુ કોપ્યુટર નામની દુકાન માં સિલેક્ટ ઓવારસીઝ નામે ઓફિસ માં યાસીન ને મળી યુ કે નાં વિઝા માટે વીસ લાખની રકમ ચૂકવી હતી.તે બાદ તેઓ એ વિઝા અંગે ની કોઈ કાર્યવાહી નહીં કરી નાણાં પરત નહી આપી ધમકીઓ આપી હતી.જેથી પોલીસ ને અરજી આપતાં આરોપી ઓ એ ટુકડે ટુકડે પંદર લાખ પરત કર્યા હતાં.બાકી ની પાંચ લાખની રકમ પરત કરી નાં હતી.જે ફરિયાદ નાં આધારે બંને આરોપી ઓ સામે છેતરપિંડી સહિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.