SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સમી તાલુકાના બાસ્પા ગામમાં સ્વામી સચ્ચિદાનંદજીના નામની શાળા બનશે.

તા.05/10/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જાણીતા હાસ્યકલાકાર લેખક અને સમાજ સેવક જગદીશ ત્રિવેદીએ પોતાના જીવનની પંદરમી શાળા પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજીના નામની બનાવવાની જાહેરાત કરી છે પાટણ જીલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામમાં આજથી સાઈઠ વરસ પહેલાં બનેલી ઉત્તર બુનિયાદી શાળા આવેલી છે જેનું સંચાલન ગાંધી આશ્રમ ઝીલીયાના નેવું વરસના યુવાન શિક્ષણવિદ પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ કરે છે સાત વર્ગખંડ, અગિયાર શિક્ષકો અને આશરે ચારસો વિદ્યાર્થીઓ ધરાવતી આ નિવાસી શાળામાં નવું બિલ્ડીંગ બનાવવાની આવશ્યકતા હોવાથી શાળા સંચાલકોએ દાન માટે જગદીશ ત્રિવેદીનો સંપર્ક કર્યો હતો જગદીશ ત્રિવેદીને સ્વામી સચ્ચિદાનંદજી પ્રત્યે અપાર આદર હોવાથી એમણે કહ્યું હતું કે આ સ્વામીજીના વતન નજીકનું ગામ હોવાથી આ શાળાને સ્વામી સચ્ચિદાનંદજીનું નામ આપવામાં આવે તો પોતે પચીસ લાખ રૂપિયાનું દાન આપવા તૈયાર છે જેનો સંચાલકોએ સહર્ષ સ્વીકાર કર્યો હતો ત્યારબાદ જગદીશ ત્રિવેદીએ સ્વામીજી સાથે વાત કરી એમના નામની શાળા બનાવવા માટે અનુમતિ આપવા વિનંતી કરતાં સ્વામીજીએ સંમતિ આપતાં હવે ટૂંક સમયમાં બાસ્પા ગામમાં સ્વામી સચ્ચિદાનંદજી ઉત્તર બુનિયાદી શાળાનું નવું ભવન બનશે.

Back to top button
error: Content is protected !!