કાલોલમાં ઈદે ગૌષીયા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી સંપન્નઃ યુવાનોનાં આકર્ષણ વેશભૂષા એ સૌનું ધ્યાન ખેંચ્યું..
તારીખ ૦૫/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાં જશને ઈદે ગૌષીયા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં શનિવારની સાંજે નમાઝે અશર બાદ ખાનકાહે એહલે સુન્નત વર્તમાન ગાદીપતિ હઝરત સૈયદ કારી અમીરૂદ્દીન કાદરી બાબા ના આશીર્વાદ સાથે જીક્ર શરીફનું આયોજન કરાયું હતું ત્યારબાદ નુરાની ચોક ખાતે અઝીમી ફ્રેન્ડ સર્કલ દ્વારા કાદરી લંગરનું આયોજન કરી જે કમેટીના સભ્યોએ મોડી રાત્ર સુધી મોટી સંખ્યામાં લોકોને નિયાઝ તકસીમ કરવામાં આવી હતી જે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.જ્યારે નગર ખાતે નીકળેલા મુસ્લિમ બિરાદરો અવનવા નવા પોષાકમાં જોવા મળ્યા હતા જેમાં અઝીમી ફેન્ડ સર્કલના નવયુવાનો તેમજ નાના બાળકો અને નાના ભૂલકાઓ માથામાં સાફો તેમ જ વેશભૂષાઓમાં ઝુલુસમાં જોવા મળતા સમગ્ર જુલુસ ની અંદર મુસ્લિમ બિરાદરો માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો જ્યારે અવનવા પોશાક તેમજ એડિશનલ ડ્રેસમાં યુવાનોને જોતા સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને સમગ્ર જુલુસ ની અંદર એક ઉત્સાહભર્યા વાતાવરણ જોવા મળી રહ્યો હતો જ્યારે કેટલાક લોકો દ્વારા તેઓના ફોટોસેશન તેમજ સેલ્ફી લેતા નજરે પડી રહ્યા હતા.