વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
મહિલા અને બાળ વિકાસ, ગાંધીનગર હેઠળ કાર્યરત ડાંગ જિલ્લામાં આઈ.સી.ડી.એસ શાખા દ્વારા ગત તારીખ ૧૭ સપ્ટેમ્બર ના રોજ જિલ્લા કક્ષાએ “પા-પા પગલી પ્રોજેક્ટ” હેઠળ ભૂલકા મેળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ટીચિંગ લર્નિંગ મટીરિયલ (TLM) આંગણવાડીમાં આવતા ૩ થી ૬ વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણની કુલ ૧૭ થીમ આધારિત બનાવવામાં આવ્યા હતા અને નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ ભૂલકાં મેળામાં વિજેતા થયેલ કૃતિને ઝોન કક્ષાએ ભરૂચ ખાતે મોકલવામાં આવી હતી. જેમાં “હું અને મારું કુટુંબ” થીમની કૃતિમાં વૈશાલીબેન એમ.શિમ્પી, આંગણવાડી કાર્યકર, શ્રમજીવી આંગણવાડી કેંદ્ર, આહવા દ્વિતીય નંબરે ઝોન કક્ષાએ વિજેતા થયેલ છે. તેમજ આ કાર્યક્રમમાં ધૂડા આંગણવાડી કેંદ્રના વંશ ઉમેશભાઈ કુંવરે પણ બાળકોની કૃતિ ”ટોપી વાળો ફેરિયો” વાર્તા રજુ કરી હતી. તેમજ પ્રિ-સ્કુલ ઇન્સટ્રકચર દ્વારા પણ અભિનય ગીત “ફુગ્ગાવાળો” રજુ કરવામાં આવ્યું હતું.