નર્મદા જિલ્લા છેલ્લા સાત વર્ષમાં એનડીપીએસ ગુન્હાઓમાં કબ્જે કરાયેલ નાર્કોટીક્સનો ૬૮.૨૯ લાખનો મુદ્દામાલનો નિકાલ કરાયો
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૪ દરમિયાન પોલીસે એનડીપીએસ ગુનાહ સંદર્ભે કબ્જે કરાયેલ ૬૮.૨૯ લાખનો મુદ્દામાલનો આજે નિકાલ કરાયો છે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલના માર્ગદર્શન હેઠળ નર્મદા જીલ્લાનાં એન.ડી.પી.એસ.ના ગુનાઓમાં પકડાયેલ નાર્કોટીક્સ મુદ્દામાલ નાશ કરવાની પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી અધ્યક્ષ લોકેશ યાદવ પોલીસ અધિક્ષક, એ.એન.ટી.એફ. સી.આઈ.ડી.ક્રાઈમ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમીટી સભ્યો પી.આર.પટેલ નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા વિભાગ રાજપીપલા જી.નર્મદા તથા વાય.એસ.શિરસાઠ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી શાખા નર્મદા તથા એસ.ઓ.જી.સ્ટાફના માણસો તથા જીલ્લા પોલીસ માણસો દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તા.૦૩/૧૦/૨૦૨૫ ના રોજ ભરુચ એન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ, (BEIL) પ્લોટ નં.ડી/૪૩ જી.આઇ.ડી.સી. એસ્ટેટ, આમોદ રોડ, દહેજ જી.ભરૂચ કંપની ખાતે એન.ડી.પી.એસ. ના કુલ-૧૦ ગુનાઓમાં પકડાયેલ ગાંજો કુલ ૬૮૨ કિલો ૭૫૫ ગ્રામ કિંમત રૂ.૬૮,૨૯,૫૫૦/- નો નાર્કોટીક્સ મુદ્દામાલ કાયદેસર કાર્યવાહી કરી નાશ કરવામાં આવેલ છે