DAHODGUJARATSINGVAD

સીંગવડ તાલુકાની ભૂતખેડી ગ્રામ પંચાયત પર ગ્રામજનોનો આક્રોશ – જવાબ માંગે છે જનતા! 

તા.૦૫.૧૦.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ 7

Singavad:સીંગવડ તાલુકાની ભૂતખેડી ગ્રામ પંચાયત પર ગ્રામજનોનો આક્રોશ – જવાબ માંગે છે જનતા!

સીંગવડ તાલુકાની ભૂતખેડી ગ્રામ પંચાયત અંગે ગ્રામજનોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. ગાંધીજયંતિના અવસરે તા. ૨ ઓક્ટોબરે જાહેર ગ્રામસભા યોજવાની ફરજ હોવા છતાં ગ્રામસભા યોજાઈ નહોતી. ગ્રામજનોને કોઈ માહિતી આપવામાં આવી નહોતી, અંજેટો ફેરવાયા નહોતા તેમજ કોઈ સહી પ્રક્રિયા પણ હાથ ધરાઈ નહોતી. ગ્રામજનોનું કહેવું છે કે ૧૨ લાખના ખર્ચે બનેલું પંચાયત મકાન ખંડેર જેવી હાલતમાં છે અને વર્ષોથી તેનો ઉપયોગ થતો નથી. તલાટી-મંત્રી અને સરપંચ દ્વારા જાહેર જાહેરાતો ઝાડ નીચે કરવામાં આવે છે, જેના કારણે ગ્રામજનો અજાણ રહે છે.ગ્રામજનોની માંગ છે કે પંચાયત મકાનનો યોગ્ય ઉપયોગ થાય, ગ્રાંટો અને યોજનાઓની માહિતી જાહેર કરવામાં આવે તથા પંચાયતના તમામ કામમાં પારદર્શિતા રાખવામાં આવે. તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી તેમજ ગાંધીનગર વિકાસ અધિકારીને લેખિત નમ્ય અરજી પાઠવીને ગ્રામજનો એ ચેતવણી આપી છે કે જો પાંચ દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો તેઓ ગાંધીમાર્ગે આંદોલન શરૂ કરશે. ભૂતખેડી ગ્રામજનો દ્વારા નમ્ય પરંતુ દ્રઢ અરજ- રિપોર્ટર વિપુલકુમાર બારીયા

Back to top button
error: Content is protected !!