INTERNATIONAL

હમાસ ગાઝાની સત્તા નહીં છોડે તો તબાહ કરી નાંખીશું : ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગાઝામાં ચાલી રહેલું યુદ્ધ અટકાવવા પ્રયાસ કરી રહ્યા છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે સીઝફાયર માટે અમેરિકાએ 20 મુદ્દાનો ગાઝા પ્લાન તૈયાર કર્યો છે. જેના પર ઈઝરાયલ રાજી થઈ ગયું છે. એવામાં હવે ટ્રમ્પે હમાસને ધમકી આપી છે કે જો હમાસ ગાઝામાં સત્તા છોડવા તૈયાર નહીં થાય અને શાંતિ પ્રસ્તાવને ઠુકરાવશે તો બધુ જ તબાહ કરી નાંખવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ હમાસને શાંતિ પ્રસ્તાવ સ્વીકારવા માટે રવિવાર સાંજ સુધીનો સમય આપ્યો હતો.

ટ્રમ્પનો દાવો છે કે ઈઝરાયલના વડાપ્રધાન પણ ગાઝામાં બોમ્બવર્ષા રોકવા તૈયાર થઈ ગયા છે અને ઈઝરાયલ અમેરિકાના શાંતિ પ્રસ્તાવનું સમર્થન કરે છે. તેમણે કહ્યું છે કે ટૂંક સમયમાં જ ખબર પડી જશે કે હમાસ પણ શાંતિ માટે કટિબદ્ધ છે કે નહીં.

યુદ્ધ સમાપ્ત કરવા ઈઝરાયલની શરત છે કે હમાસે બંધક બનાવેલા તમામ નાગરિકોને છોડવા પડશે. જે બાદ ઈઝરાયલ પણ ધીમે ધીમે પોતાની સેના ગાઝાથી પરત બોલાવી લેશે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ એક પીસ બોર્ડ ( શાંતિ બોર્ડ )નું પણ ગઠન કરશે અને તેઓ ખુદ તેના પ્રમુખ રહેશે. આ બોર્ડ ગાઝામાંથી સેના હટાવવા તથા શાંતિપૂર્ણ શાસનની સ્થાપના કરવાનું કામ કરશે. ટ્રમ્પે ધમકી પણ આપી છે કે હમાસ આ પ્રસ્તાવ સ્વીકાર નહીં કરે તો ઈઝરાયલ જે કરશે તેને અમેરિકાનું સમર્થન રહેશે. નોંધનીય છે કે 2023થી ચાલુ હમાસ-ઈઝરાયલ યુદ્ધમાં પેલેસ્ટાઈનના 66 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈઝરાયલના 48 લોકો હજુ પણ હમાસની કેદમાં છે. ઈઝરાયલનું માનવું છું કે 48માંથી 20 હજુ જીવિત છે.

Back to top button
error: Content is protected !!