કાલોલ તાલુકાના વ્યાસડા ખેડા ગામ માં પ્રાથમિક શિક્ષક વય નિવૃત થતા વિદાય સમારોહ યોજાયો.
તારીખ ૦૬/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ વ્યાસડા ખેડા ગામ માં શિક્ષક વય નિવૃત્તિ લઈ વિદાય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો કાલોલ તાલુકાના વ્યાસડા ખેડા ગામની પ્રાથમિક શાળા ના શિક્ષક ગણપતસિંહ અંદરસિંહ જાદવ ગામ માં તેમના સારા એવા વ્યવહાર લાગણી અને પ્રેમ ના કારણે ગ્રામજનો દ્વારા મોટા પાયે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શાલ ઓઢાડી સ્મૃતિભેટ આપી સન્માન કરવામાં આવ્યું અને તેઓના નિવૃત જીવન ની શુભકામના પાઠવી હતી.જે કાર્યક્રમ પંચમહાલ જિલ્લામાં કોઈ ક્ષેત્ર માં ના યોજાયો હોય તેવો યોજવામાં આવ્યો હતો. ગ્રામજનો વિધાર્થીઓ લાગણીશીલ થઈ ખૂબ ભાવુક જોવા મળ્યા હતા અને તેમને તેમની સાથે ની ઘણી યાદો વાગોળી હતી દરેક ગ્રામ લજનોએ શિક્ષક ને ટ્રેકટર ની ટોલી ભરાય એટલી ભેટ પણ આપી હતી અને આ કાર્યક્રમ યાદગાર બની રહે તેવી વ્યવસ્થા મોટે પાયે કરી હતી.સાથે વિદાય લઈ રહેલા શિક્ષક નો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો અને તેમાં હજારો ની સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ,સબંધીઓ જોવા મળ્યા હતા.