વિજાપુર આશ સેકન્ડરી સ્કૂલ પટાંગણ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ‘સ્થાપના વિજયી ઉત્સવ’ની ભવ્ય ઉજવણી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર આશ સેકન્ડરી સ્કૂલ ના પટાંગણ માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા વિજયા દશમીના પાવન અવસરે સંઘની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ‘સ્થાપના વિજયી ઉત્સવ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. RSSની સ્થાપના વર્ષ ૧૯૨૫માં વિજયા દશમીના રોજ થઈ હતી, જેને આ વર્ષે ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં હોવાથી આ ઉત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉજવણીના ભાગરૂપે સંઘના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શસ્ત્ર પૂજા, પરેડ અને ધ્વજા રોહણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જે શિસ્ત અને રાષ્ટ્રભાવનાના પ્રતીક સમાન હતા.આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત રાજ્ય પ્રાંત સહ પ્રચારક કૃણાલભાઈરૂપાપરા.એ ઉપસ્થિત સ્વયંસેવકોને સંઘના નીતિ-નિયમો અને આદર્શો વિશે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ, તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નગર કાર્યવાહ વિઠ્ઠલ ભાઈ પટેલે સંઘમાં શિસ્તના મહત્વ પર ભાર મૂક્યો હતો અને સ્વયંસેવકોને રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત થવાનો સંદેશ આપ્યો હતો.આ ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે પ્રોફેસર ડો કિરણ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના 500 થી વધુ સહિત સંઘના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા અને સંઘની રાષ્ટ્રસેવાની ભાવનાને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.