વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૬ ઓક્ટોબર : વિજયાદશમી ઉત્સવ માંડવી તાલુકાના બિદડા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી ઉત્સવ નિમિતે કાર્યક્રમ થયો. આ ઉત્સવ માં મુખ્ય અતિથી તરીકે શ્રી શામજીભાઈ ધનજીભાઈ છાભૈયા તેમજ મુખ્ય વક્તા તરીકે ધનસુખભાઈ રામજીભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા.કાર્યક્રમ ની શરૂઆત માં ગામના મુખ્ય માર્ગો પર સંઘ ના પૂર્ણ ગણવેશ માં ઘોષ (બેન્ડ) સાથે પથ સંચાલન (રૂટ માર્ચ) નીકળ્યો હતો, ત્યાર બાદ મેદાન પર ના કાર્યક્રમમાં સંઘ ની દરરોજ ચાલતી ૧ કલાક ની શાખામાં થતા કાર્યક્રમો જેવા કે વ્યાયામ યોગ, દંડ (લાઠી), પદવિન્યાશના પ્રયોગ, સમતા, વગેરે નું નિદર્શન થયું અને પરંપરાગત રીતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું તેમજ મુખ્ય અતિથી તથા મુખ્ય વક્તા ધનસુખભાઈ વાઘાણીનું બૌધિક રહ્યું હતું.વિશ્વનું સૌથી મોટું સ્વયંસેવી સંગઠન એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેની સ્થાપના ૧૯૨૫ માં વિજયાદશમી દિવસે થઇ હતી આ વર્ષે ૧૦૦ વર્ષ પૂર્ણ થયા છે તેથી સંઘ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે. કાર્યક્રમના મુખ્ય અતિથી શામજીભાઈ એ તેમના વક્તવ્યમાં હિંદુ સમાજને એક થઈ નાત જાતના વાળા માંથી નીકળીને સમરસ થવાની અપીલ કરી તથા સંઘએ કુદરતી આપદા વખતે કરેલા સેવા કાર્યોને યાદ કર્યા. તથા કાર્યક્રમના મુખ્ય વક્તા ધનસુખભાઈએ તેમના ઉદબોધન માં હિંદુ ધર્મ માં વિજયાદશમી ઉત્સવ ના મહત્વ વિષે વાત કરી અને જણાવ્યું કે એક રાષ્ટ્ર ઉત્થાનના માટે ડો કેશવ બલીરામ હેડગેવારજીએ દ્રઢ સંકલ્પ કર્યો.દેશની ત્યારની પરીસ્થિત તથા દેશ ના હિંદુ સમાજ ની સ્થિતિ નો વર્ષો સુધી ઊંડાણ પૂર્વક અભ્યાસ કરી હિંદુ સમાજને સંગઠિત કરી ભારત માતાને પરં વૈભવ ના શિખર પર બિરાજીત કરવા તથા ભારતને પુન: વિશ્વગુરુ બનાવવા ના લક્ષ્ય સાથે સંઘ ની સ્થાપના કરી.ડોક્ટર સાહેબ ના સખત પરિશ્રમ અને પ્રયાસો ના કારણે ૧૯૪૦ સુધી સંઘ ભારત ના દરેક પ્રાંત (રાજ્ય) સુધી પહોંચી ગયો હતો. અને ત્યારબાદ ના પુ. સરસંઘચાલક ગુરુજી ના સમય માં સંઘ નો વ્યાપ્ત વધી ને દેશના ના દરેક જીલ્લા સુધી પહોંચ્યો. અલગ અલગ સમયે સંઘના સ્વયંસેવકો દ્વારા જ ઘણા બધા ક્ષેત્રોમાં રાષ્ટ્રહિત સર્વોપરી ના વિચાર સાથે વિવિધ ક્ષેત્રો નું કામ શરૂ થયું. જેમકે વિદ્યાર્થી ક્ષેત્રમાં અખિલ ભારતીય વિદ્યાર્થી, મજદૂર ક્ષેત્ર માં ભારતીય મજદૂર સંઘ, ખેડૂતો માટે ભારતીય કિસાન સંઘ ધાર્મિક ક્ષેત્રે વિશ્વ હિંદુ પરિષદ વગેરે વગેરે. સંઘ ની સ્થાપન થી શરૂઆત કરી ને વર્તમાન સમય સુધી ની ૧૦૦ વર્ષ ની સંઘ દ્વારા રાષ્ટ્ર માટે થયેલા વિવિધ કાર્યોની પણ માહિતી તેમને આપી. આવનારા સમયમાં રાષ્ટ્ર ની ઉન્નતી માટે સંપૂર્ણ સમાજ પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા, સ્વદેશી તથા નાગરિક કર્તવ્ય એવા પાંચ પરિવર્તન ના વિષયો માં વિચાર કરીને કાર્ય કરવાની અપેક્ષા પણ તેમણે વ્યક્ત કરી.આ કાર્યક્રમાં સહભાગી થવા સમગ્ર બિદડા ઉપખંડ માંથી વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ સમાજ ના દરેક વર્ગ ના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.