વિજાપુર પિલવાઇ શેઠ જી.સી. હાઇસ્કૂલ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના જન્મદિનની ગૌરવપૂર્ણ ઉજવણી કરાઈ
ગૃહમંત્રીના માતબર દાન બદલ શરદપૂનમના પવિત્ર દિવસે ઉત્સવનું આયોજન
વિજાપુર તા
વિજાપુર પિલવાઇ શેઠ જી.સી. હાઇસ્કૂલ ખાતે કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના જન્મ દિવસ ની શાળાના હોલ માં ઉજવણી કરવામાં આવી હતી. દેશના દીર્ઘદ્રષ્ટા જનનાયક અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહનો આજે શરદ પૂનમ આસો સુદ ૧૫ અને છઠ્ઠી ઓક્ટોબર ના રોજ જન્મતિથિ હોવાથી ગૃહ મંત્રી એ શાળામાં આપેલા માતબર દાન નુ યોગદાન ના કારણે શાળા ખાતે સાંસ્કૃતિક પરંપરા મુજબ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાહ પરિવાર નો શાળા સાથે ખાસ અતૂટ સંબંધને માન આપીને શાળા પરિવારે પણ આ જ દિવસે ઉત્સવનું આયોજન કર્યું હતું. શેઠ જી.સી. હાઇસ્કૂલ, પિલવાઇ સાથે ગૃહમંત્રી અમિત શાહનો ઘનિષ્ટ ભાવનાત્મક સંબંધ છે. તેમણે શાળાસંકુલમાં નવનિર્મિત શ્રી અનિલચંદ્ર ગોકળદાસ શાહ વિદ્યાભવન અને શ્રી સુંદરલાલ મંગળદાસ શાહ સાંસ્કૃતિક ભવન માટે અનુક્રમે તેમના પિતા અને સસરાના નામે ચાર કરોડ રૂપિયાનું માતબર દાન આપીને ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતુ. આ ઉમદા ભાવનાને બિરદાવવા ટ્રસ્ટ અને શાળા પરિવારે જન્મદિનની ઉજવણી કરી રહી છે.આ ગૌરવપૂર્ણ સમારોહમાં તાલુકાના ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડા, દૂધસાગર ડેરી, મહેસાણા તથા જીસીએમએમએફ, આણંદના ચેરમેન અશોકભાઈ ચૌધરી સહિતના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહની શરૂઆતમાં સ્કૂલના સલાહકાર શોભનાબેન શાહે ઉપસ્થિત મહેમાનોને આવકાર આપ્યો હતો. એડમિનિસ્ટ્રેટર ડૉ. યશોધર હ. રાવલે ટ્રસ્ટીઓ દ્વારા અમિત શાહને પાઠવવામાં આવેલા જન્મદિન શુભેચ્છા સંદેશનું વાંચન કર્યું હતું.પ્રાથમિક વિભાગનાં આચાર્યા કૃણાલ ઠાકરના માર્ગદર્શનમાં પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગનાં શિક્ષિકા બહેનો અને સ્કૂલની વિદ્યાર્થિનીઓએ ત્રણ સુંદર ગરબા પ્રસ્તુત કરીને જન્મદિવસની ખુશી વ્યક્ત કરી હતી. ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડાએ તેમના સંબોધનમાં ગૃહમંત્રીને શુભકામનાઓ પાઠવી હતી.ઇન્ચાર્જ આચાર્યા સુનિતાબેન ખરાડીએ મહાનુભાવોની ઉપસ્થિતિ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ સુંદર કાર્યક્રમનું સુચારુ સંચાલન તરલિકાબેન પટેલે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્કૂલના સુપરવાઈઝર કલ્પેશભાઈ પટેલે કર્યું હતુ.