GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી શહેર બી ડિવિઝન પોલીસે દારુ ની સફળ રેડ કરી!

 

MORBI:મોરબી શહેર બી ડિવિઝન પોલીસે દારુ ની સફળ રેડ કરી!

 

 

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી શહેર બી ડીવીઝન પોલીસની ટીમે બે અલગ અલગ બે સ્થળે દારૂના દરોડા પાડીને એક શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી શહેર બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન પ્રથમ બનાવમાં રણછોડનગર જલારામ એપાર્ટમેન્ટ પાસેથી મેહબૂબભાઈ ઉર્ફે મેબલો સુલેમાનભાઈ સુમરાને વિદેશી દારૂની બોટલ નંગ ૧૮ કીંમત રૂપિયા ૧૧૫૩૮/- સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો બીજા બનાવમાં રેજેન્ટા હોટલ પાસે સરણીયા વિસ્તારમાં રહેતા જયદીપભાઈ ભવાનભાઈ સરણીયાના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૦ કીંમત રૂપિયા ૩૫૬૦/- કબ્જે કરી હતી તો આરોપી જયદીપ હાજર નહિ મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!