ARAVALLIGUJARATMEGHRAJMODASA

ઇસરી : કંટાળુ હનુમાનજી મંદિર ચોરીના 2 અનડીટેકટ ગુન્હા ફીંગર પ્રિન્ટ આધારે ડીટેકશન કરી એક આરોપીને  એલ.સી.બી.પોલીસે ઝડપી પાડ્યો – 2 આરોપી વોન્ટેડ

મંદિરમાં ચોરી કરનાર ગેંગ નો એક આરોપી પોલિસ પકડમાં, આરોપી અન્ય ત્રણ ગુન્હાના માં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

ઇસરી : કંટાળુ હનુમાનજી મંદિર ચોરીના 2 અનડીટેકટ ગુન્હા ફીંગર પ્રિન્ટ આધારે ડીટેકશન કરી એક આરોપીને  એલ.સી.બી.પોલીસે ઝડપી પાડ્યો – 2 આરોપી વોન્ટેડ

મંદિરમાં ચોરી કરનાર ગેંગ નો એક આરોપી પોલિસ પકડમાં, આરોપી અન્ય ત્રણ ગુન્હાના માં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું

એલ.સી.બી.ના પો.ઇન્સ.એચ.પી.ગરાસીયા નાઓની આગેવાનીમાં એલ.સી.બી.પો.સબ.ઇન્સ સી.એમ.રાઠોડ તથા ટીમના માણસો અરવલ્લી જીલ્લા ખાતે બનતા મિલ્કત સંબધી ગુન્હા અટકાવવા સારૂ ઇસરી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન રેલ્લાવાડા ત્રણ રસ્તા આવતાં બાતમી હકીકત મળેલ કે ઇસરી પોલિસ સ્ટેશન માં કંટાળુ હનુમાનજી મંદિર ખાતે બનેલ ચોરીના બે બનાવ બનેલ જેમાં ફિગર પ્રિન્ટ એક્ષપર્ટ દ્વારા બનાવ વાળી જગ્યાએથી ચાન્સ પ્રિન્ટ લીધેલ હોય જે ચાન્સ પ્રિન્ટ આધારે તેમાં ચોરી કરનાર ઇસમ તરીકે અજીત સ/ઓ રમેશભાઈ અસોડા રહે.ભાણવા ફળીયુ (પાટીયા) તા. નયાગાંવ જિ.ઉદેપુર (રાજસ્થાન)નાની ચાન્સ પ્રિન્ટ મળી આવેલ હોય જે આરોપી હાલ કદવાડી સ્ટેન્ડ પાસે ઉભેલ હોવાની હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ જતાં ઇસમ મળી આવતાં  પુછપરછ કરતાં આજથી આશરે સવા એક વર્ષ પહેલાં પોતે તથા પોતાના મિત્ર ગોવિદભાઈ ખાતુભાઈ ખરાડી રહે.જાયરા તા.નયાગાંવ જી.ઉદેપુર(રાજસ્થાન) તથા અનિલભાઈ લક્ષ્મણભાઇ કટારા રહે.ચુડાવાડા તા.બીછીવાડા રાજસ્થાન નાઓ ભેગા ગોવિદભાઈનું ૨૨૦ પલ્સર મોટર સાયકલ લઈ રાત્રીના વીછીવાડા ધામોદ થઇ રેલ્લાવાડા પાસે આવી કંટાળુ હનુમાનજી મંદિરની દાનપેટીમાંથી તેમજ તે મંદિરની સામે બીજુ એક મંદિર આવેલ હતુ તે મંદિર ની દાન પેટીઓમાંથી રોકડ રકમની ચોરી કરેલાની હકીકત જણાવતાં સદરી ઇસમને ઇસરી પોસ્ટે ગુ.ર.નં.૨૮૩/૨૦૨૪ બી.એન. એસ.કલમ ૩૩૧(૪),૩૦૫,૫૪ મુજબના ગુન્હા કામે અટક કરી આગળની કાર્યવાહી અર્થે ઇસરી પોસ્ટે સોપેલ છે.

પકડાયેલ આરોપી

(૧) અજીત સ/ઓ રમેશભાઈ અસોડા રહે.ભાણવા ફળીયુ (પાટીયા) તા.નયાગાંવ જિ.ઉદેપુર (રાજસ્થાન)

પકડાયેલ આરોપીએ કબુલાત કરેલ ગુન્હાઓ

(૧) ઇસરી પોસ્ટે ગુ.ર.નં.૨૮૩/૨૦૨૪ બી.એન.એસ કલમ ૩૩૧(૪), ૩૦૫, ૫૪ મુજબ

(૨) ઇસરી પોસ્ટે.એનસી નંબર ૦૫/૨૦૨૫ બી.એન.એસ ૩૩૧(૪),૩૦૫ મુજબ

વોન્ટેડ આરોપીઓ

(૧) ગોવિદભાઈ ખાતુભાઈ ખરાડી રહે. જાયરા તા. નયાગાંવ જી.ઉદેપુર (રાજસ્થાન)

(૨) અનિલભાઈ લક્ષ્મણભાઈ કટારા રહે. ચુડાવાડા તા.બીછીવાડા (રાજસ્થાન)

પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ

(૧) હિમતનગર એ ડીવીજન પો.સ્ટે ગુરનં ૦૦૨૮/૦૧૮ પ્રોહિ કલમ.૬૫ એઈ.૬૬ (૧) બી મુજબ

(૨) ભિલોડા પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૮૮૦૦૩૨૩૦૨૦૦/૨૩ ઇ.પી.કો.ક.૩૯૪, ૫૦૪, ૧૧૪ મુજબ

(૩) ભિલોડા પો.સ્ટે ગુ.ર.નં. ૧૧૧૮૮૦૦૩૨૩૦૨૭૫/૨૦૨૩ ઇ.પી.કો.ક.૩૯૪,૩૭૯એ(૩),૩૨૩, ૧૧૪ મુજબ

Back to top button
error: Content is protected !!