અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ઇસરી પોલીસને ભડવચ ગામની સીમમાંથી કિ.રૂ. ૨,૬૦,૪૩૫/- નો પ્રોહી મુદ્દામાલ તથા બે ફોર વ્હીલર ગાડીઓ સહિત કુલ કિ.રૂ.૧૧,૬૦,૪૩૫/- નો મુદ્દામાલ ઝડપી પાડ્યો
ઇસરી પોલિસ સ્ટેશન ના પી આઈ, પી એસ આઈ સહીત સ્ટાફ માણસો બાતમી હકીકત આધારે રાત્રી દરમિયાન વોચ માં હતા તે દરમિયાન દારૂ ભરેલી બે ગાડીઓ ઝડપી પાડવામાં સફળતા હાથ લાગી હતી જેમાં ભડવચ ગામની સીમમાં એક સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની એસ ક્રોસ ગાડી નં. GJ.09.BG.8611 માથી બીયર તથા ઇંગ્લીશ દારૂના ક્વાટરીયા મળી કુલ ટીન/ક્વાટરીયા નંગ- ૧૬૯૧ ની કુલ કિ.રૂ. ૨,૬૦,૪૩૫/- ના પ્રોહી મુદ્દામાલ તથા એસ ક્રોસગાડી નં. GJ.09.BG.8611 ની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા આઇ ફુટી નં. GJ.31.R.4525 ની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- કુલ કિ.રૂ ૧૧,૬૦,૪૩૫/- નો મુદ્દામાલ ઝડપી પાડી ઇસરી પોલીસને પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.