TANKARA:ઋષિ ભૂમિ ટંકારા ના આંગણે ભવ્ય નિ:શુલ્ક યોગોત્સવ ઉજવાશે.
TANKARA:ઋષિ ભૂમિ ટંકારા ના આંગણે ભવ્ય નિ:શુલ્ક યોગોત્સવ ઉજવાશે.
બદલાતી જતી અતિઆધુનિક લાઈફ-સ્ટાઈલ અને બગડતું જતું ખાન-પાન યુવાવસ્થામાં જ આળસ, સુસ્તી, તણાવ અને અનિંદ્રા થકી શરીર અનેક રોગોનું ઘર બનેલ છે. પરંતુ આપણા ઋષિ મુનીઓ થકી આપણને વારસામા મળેલ અમુલ્ય ભેટ એટલે યોગ. જેના દ્વારા આજના આ ઝડપી યુગમાં પણ દરેક વ્યક્તિ પોતાનું શારિરીક, માનસિક અને આધ્યાત્મિક બળ વધારીને સુખ-શાંતીને પામી શકે છે. જે હેતુસર ઋષિ ભૂમિ ટંકારા ના આંગણે તારીખ 13,14 અને 15 ઓક્ટોબર 2025 ના રોજ સવારે ૬ થી ૮ સુધી ખજુરા રિસોર્ટ, રાજકોટ મોરબી હાઇવે, ટંકારા ખાતે યોગોત્સવ રાખવામાં આવેલ છે. આ યોગોત્સવ પ્રસંગે ખાસ દેવભૂમિ હરિદ્વારથી ઋષિભૂમિ ટંકારાના આંગણે પધારશે પૂજ્યા સાધ્વી દેવાદિતીજી. તેમજ મોરબી જિલ્લા અને ટંકારા ના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
આ યોગોત્સવ સંપૂર્ણપણે નિ:શુલ્ક રહેશે. જેથી કરીને મોરબી જિલ્લાની તમામ જનતા ને આનો લાભ લેવા યોગ ટીમ ટંકારા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે નામ નોંધણી માટે 9558926180, 9687442735 પર સંપર્ક સાધી શકશો.
તો ચાલો…. “યોગ યુક્ત બનીએ, રોગ મુક્ત બનીએ” ના નારા સાથે ટંકારા સમસ્ત ગામજનો અને યોગ ટીમ ટંકારા દ્વારા સૌને આમંત્રિત કરવામાં આવેલ છે.