ઓગડ તાલુકાના નેકારીયાના મકવાણા પરિવારની લખાગઢ વાગડ પગપાળા યાત્રા…
નવ રચિત ઓગડ તાલુકાના નેકારિયા ગામના સ્વર્ગસ્થ શિવાજી દેવણજી મકવાણા ઠાકોર પરિવાર દ્વારા કચ્છ વાગડ ના લખાગઢ ગામ સુધી પગપાળા યાત્રા યોજવામાં આવી હતી.
ઓગડ તાલુકાના નેકારીયાના મકવાણા પરિવારની લખાગઢ વાગડ પગપાળા યાત્રા…
નવ રચિત ઓગડ તાલુકાના નેકારિયા ગામના સ્વર્ગસ્થ શિવાજી દેવણજી મકવાણા ઠાકોર પરિવાર દ્વારા કચ્છ વાગડ ના લખાગઢ ગામ સુધી પગપાળા યાત્રા યોજવામાં આવી હતી. નેકારિયાના વતની બ.કાં.જિલ્લા પંચાયત તેમજ કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરાના પ્રમુખ ભૂપતજી મકવાણા પરિવારના ૫૦ થી વધુ પરિવારના સભ્યો સાથે લખાગઢ ખાતે બિરાજમાન શ્રીસધી માતાના મંદિર દર્શન કરવાની માનતા પૂર્ણ કરવા નેકારિયાથી લખાગઢ સુધી લગભગ ૧૦૦ કિ.મી.અંતર ની પગપાળા યાત્રા યોજી હતી. નેકારીયા થી રવિવારે બપોરે પદયાત્રા પ્રસ્થાન થયેલ જે મંગળવારે સવારે શ્રી સધી માતા ના મંદિરે પહોંચશે તેમ બ. કાં. જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતજી નાગજીજી મકવાણાએ જણાવ્યું હતું.આ પદયાત્રામાં નેકારિયાના સરપંચ મોહનભાઈ પટેલ,પૂર્વ સરપંચ ઠાકોર વિનાજી છગનજી,ભુવાજી ભગાભાઈ દેસાઈ,ભુવાજી મકવાણા બબાજી ચતરાજી,રમેશજી બબાજી સહિત વિશાળ સંખ્યા મા ભાવિક ભક્તો જોડાયા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530