GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના વાંટા ગામમાં સ્મશાનની સુવિઘા ના અભાવે નદી કિનારે ખુલ્લામાં અંતિમવિધિ કરવા ગ્રામજનો મજબુર.!!
તારીખ ૦૭/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
સરકાર એક તરફ વિકાસની મોટી મોટી વાતો કરે છે ત્યારે ગ્રાઉન્ડ લેવલે હકીકતો કંઈક અલગ જ જોવા મળે છે.આઝાદીના આટલા બધા વર્ષો બાદ પણ પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં કંઈક અંશે તંત્ર નિષ્ફળ ગયું છે કાલોલ તાલુકાના સુરેલી ગ્રામ પંચાયત હસ્તકના વાંટા ગામમાં સ્મશાનની સુવિઘા ના હોવાથી પોતાના સ્નેહીજનો ની અંતિમવિધિ નદી કિનારે ખુલ્લામાં કરવા ગ્રામજનો મજબુર બન્યા છે નદી સુધી જવાનો પગદંડી રસ્તો છે જે પણ ઝાડી ઝાંખરા વાળો છે.સરકાર સ્મશાનગૃહ માટે ગ્રાન્ટ ફાળવતી હોય છે ત્યારે આ ગામમાં સ્મશાનની સુવિઘા પુરી પાડવાની તાતી જરૂર છે ત્યારે વહીવટી તંત્ર આ બાબતે નકકર આયોજન કરે તેવી ગ્રામજનો ની માંગ ઉઠી છે.