DHRANGADHRAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધાંગધ્રા શહેરના અગ્રણી મર્હુમ ઇસ્માઇલભાઈ રસુલભાઈના અવસાનથી શોકની લાગણી છવાઈ

હજારો લોકોની હાજરીમાં અંતિમ વિધિ, વિવિધ ધર્મોના આગેવાનો ઉપસ્થિત

તા.07/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

હજારો લોકોની હાજરીમાં અંતિમ વિધિ, વિવિધ ધર્મોના આગેવાનો ઉપસ્થિત, સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા શહેરના જાણીતા સામાજિક કાર્યકર અને ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપના સ્થાપક પત્રકાર સલીમભાઈ ઘાંચીના પિતા તેમજ હંમેશા ગરીબોની સેવા કરતા એવા મર્હુમ ઇસ્માઇલભાઈ રસુલભાઈના અચાનક અવસાનથી સમગ્ર ધાંગધ્રા શહેરમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી શહેર અને તાલુકાના વિવિધ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, ધર્મગુરુઓ તથા અગ્રણી નાગરિકો મોટી સંખ્યામાં તેમની અંતિમ વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા દફનવિધિ દરમિયાન હજારોની ભીડ ઉમટી પડી હતી જેમાં સૌએ મર્હુમ માટે આત્મશાંતિની દુઆ કરી હતી જિયારતના દિવસે યોજાયેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી જાડેજા સાહેબ, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, શહેર પ્રમુખ તથા મહામંત્રી સહિત સમગ્ર ટીમ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નવસાદભાઈ સોલંકી, સ્વામિનારાયણ મંદિર સંસ્કારધામ તથા ભાગવત ધામના સંત મહંતો, ધાંગધ્રાના શિક્ષકો, ડૉક્ટરો તથા મસ્જિદોના મૌલાના સહિત હિન્દુ મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન સૌએ મર્હુમ ઇસ્માઇલભાઈ રસુલભાઈની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ અર્પી અને તેમના હકમાં દુઆ કરી ધાંગધ્રા શહેર તથા તાલુકાના મુસ્લિમ સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે મર્હુમ ઇસ્માઇલભાઈ હંમેશા સમાજ માટે સમર્પિત રહ્યા હતા અને તેમની ખામી ધાંગધ્રા મુસ્લિમ સમાજને હંમેશા મહેસૂસ થશે.

Back to top button
error: Content is protected !!