THARADVAV-THARAD

ભારત વિકાસ પરિષદ થરાદ શાખા દ્વારા શરદ પૂનમ ના ગરબા ધરણીધર નગર સોસાયટી ખાતે કરવામાં આવ્યા

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

પારિવારિક પ્રકલ્પ અંતર્ગત ધરણીધર નગર સોસાયટીમાં ભારત વિકાસ પરિષદ થરાદ શાખા તેમજ સોસાયટી ના સંયુક્ત ઉપક્રમે શરદ પૂનમના ગરબા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડૉ હિતેન્દ્ર શ્રીમાળી મંત્રી માયારામ ભાઈ જોશી ,રાજપૂત સમાજ અગ્રણી ડી ડી રાજપુત સાહેબ, સોસાયટીના પ્રમુખ અને ગૌસાંસદ રામભાઈ રાજપુત, રામ સેવા સમિતિ પ્રમુખ જગદીશસિંહ રાજપૂત, આઈ એમ એ પ્રેસિડેન્ટ ડો તેજસ બારોટ, આયુષ એસોસિએશન પ્રમુખ ડૉ ભરત રાઠોડ , દાતાશ્રી વિક્રમસિંહ રાજપુત(હોટલ શિવાય), કેયુર ભાઈ શ્રીમાળી(નડેશ્વરી હોસ્પિટલ) તથા ડો કલ્પેશ પટેલ (કરુણા હોસ્પિટલ) તેમજ બહોળી સંખ્યામાં ભારત વિકાસ પરિષદના મેમ્બરો તેમજ સોસાયટીના મેમ્બરો સહપરિવાર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ,તથા ખેલૈયાઓને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યા હતા. સફળ આયોજન રહેવા બદલ પ્રમુખ ડો હિતેન્દ્રભાઈ શ્રીમાળી દાતાઓનો ,પરિષદ ના તમામ સભ્યો અને ધરણીધર નગર સોસાયટી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!