MORBI:આત્મનિર્ભર ભારતના ઉદ્દેશ સાથે મોરબીમાં એલ.ઈ. કોલેજમાં સ્વદેશી મેળો યોજાશે
MORBI:આત્મનિર્ભર ભારતના ઉદ્દેશ સાથે મોરબીમાં એલ.ઈ. કોલેજમાં સ્વદેશી મેળો યોજાશે
મ્યુ.કમિશ્નર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષ સ્થાને સ્વદેશી મેળાના આયોજન અંગે બેઠક યોજાઈ
દિવાળીના તહેવારોમાં સખી મંડળની બહેનોને વેચાણનું પ્લેટફોર્મ પુરૂ પડાશે
આત્મનિર્ભર ભારતના ઉદ્દેશ સાથે મહિલાઓ આર્થિક રીતે સ્વાવલંબન બને તે માટે રાજ્ય સરકાર દ્વારા સ્વદેશી મેળાનું દરેક જિલ્લામાં આયોજન થયું છે જેથી દિવાળીના પર્વમા સખી મંડળોની બહેનો દ્વારા બનાવેલી વસ્તુઓનું વેચાણ થઈ શકે.
મોરબીમાં તા.૦૯ થી ૨૦/૧૦/૨૦૨૫ દરમિયાન સવારે ૧૦ થી રાત્રીના ૧૦ વાગ્યા દરમિયાન એલ.ઈ.કોલેજ ક્રિક્રેટ ગ્રાઉન ખાતે યોજાશે. સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન તા.૯ના સાંજે ૫ કલાકે પદાધિકારીઓ અને અધિકારીઓને ઉપસ્થિતિમાં થશે.
આ સ્વદેશી મેળાના સુચારૂ આયોજન અંગેની એક બેઠક રેન બસેરા ખાતે મ્યુ.કમિશ્નર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.
આ સ્વદેશી મેળામાં ૬૦ જેટલા સ્ટોલ ઉભા કરાશે જેમા સખી મંડળની બહેનો દ્વારા દિવાળી નિમિત્તે બનાવાયેલા વિવિધ નાસ્તા પ્રાકૃતિક કૃષીના સ્ટોલ હસ્તકલાના સ્ટોલ દિવડા, તોરણ, ટોડલા, જેનરિક સ્ટોલ ઉપલબ્ધ હશે
આ બેઠકમાં નાયબ મ્યુ. કમિશ્નર સંજય સોની, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિરલ વ્યાસ, જિલ્લા માહિતી અધિકારીશ્રી પારૂલ આડેસરા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.