GUJARATMEHSANAMEHSANA CITY / TALUKO

જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ૨૪ વર્ષ મહેસાણાના ખેરવા ખાતે ‘વિકાસ સપ્તાહ’ની ઉત્સાહભેર ઉજવણી

મહાનુભાવો દ્વારા લોકોને સરકારી સેવાઓ અને યોજનાઓની જાણકારી મેળવી લાભ લેવા આહવાન

વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,મહેસાણા

 

મહેસાણા જિલ્લામાં ખેરવા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણાથી પ્રસ્થાન કરાયેલો વિકાસ રથ ખેરવા પહોંચતા ગ્રામજનો દ્વારા તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ખેરવા ખાતેના વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સ્થળ પર જ સહાય અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અધિકારીઓ અને મહાનુભાવોએ વિકાસ સપ્તાહનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આ વિકાસ રથ દ્વારા સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓ અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવશે. તેમણે તમામ નાગરિકોને આ માહિતી મેળવીને સરકાર દ્વારા અપાતી સહાયનો પૂરેપૂરો લાભ લેવા માટે આહવાન કર્યું હતું. આ વિકાસ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના માનવી સુધી સરકારી લાભોની માહિતી અને વિતરણની પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવવાનો છે.

ખેરવા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી, અગ્રણીઓ, વડીલો, જિલ્લા અને તાલુકા પંચાયતના અધિકારીઓ/કર્મચારીઓ, ICDSની બહેનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. જનવિશ્વાસના ૨૪ વર્ષની ઉજવણીને જન-જન સુધી પહોંચાડવા માટે આ સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!