નવસારી જિલ્લાનાં ગણદેવી ઘટક-રમાં પોષણ સંગમ જાગૃતિ દિવસની કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા સહિ પોષણ દેશ રોશન સુત્ર સાથે ગત તા.૧૭ સપ્ટેમ્બર થી ૧૬ ઓક્ટોબર ૨૦૨૫ સુધી પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આજ રોજ ૭મી ઑક્ટોબર, ૨૦૨૫ને ‘પોષણ સંગમ જાગૃતિ દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.
પોષણ અભિયાન એ બાળકો અને સ્ત્રીઓમાં કુપોષણ ઘટાડવા માટે ભારત સરકારની એક મુખ્ય પહેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કિશોરવયની છોકરીઓ, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ તથા ૬ વર્ષ સુધીના બાળકોના પોષણ સ્તરમાં સુધારો કરવાનો છે. પોષણ ટ્રેકર જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને, પોષણ સેવાઓની દેખરેખ રાખવામાં આવે છે અને પોષણમાસ કાર્યક્રમમા વિવિધ ઉજવણીઓ દ્વારા સમુદાયને સામેલ કરવામાં આવે છે.
નવસારી જિલ્લામાં પોષણમાસની ઉજવણીના ભાગરૂપે ગણદેવી ઘટક-રમાં પોષણ સંગમ જાગૃતિ દિવસની તમામ આંગણવાડી કેંદ્રો ખાતે ઉજવણી કરવામા આવી હતી. બીલીમોરા સેજાનાં કાર્યક્રમમા બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટરના MO ડૉ.રાજેન્દ્ર ગઢવી, ગણદેવી-ર ના I/C CDPO શ્રી વર્ષાબેન હળપતિ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
પોષણ સંગમ જાગૃતિ દિવસ દ્વારા પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત કુપોષિતમાંથી સુપોષિત થયેલ બાળકોના વાલીઓને પોષણ સંગમના લોગોવાળા હાથ રૂમાલ આપીને સન્માન કરવામાં આવ્યા હતા. તેમજ બાળકોને પોષણકીટ વિતરણ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ લાભાર્થીઓને ICDS યોજનાઓ થકી આંગણવાડીમાં આપવામાં આવતી સેવાઓ વિશે, THRમાંથી બનાવવામાં આવતી વાનગીઓનું પ્રદર્શન, પ્રાથમિક શિક્ષણ, કિશોરીઓને આપવામા આવતા લાભો તેમજ પોષણ સંગમ કાર્ડ વિશે માહિતગાર કરવામા આવ્યા હતા. જે બાળકો સુપોષિત થયેલ છે તેમના વાલીઓ દ્વારા અભિપ્રાય પણ રજૂ કરવામાં આવ્યા હતા. બીલીમોરા સેજાના સુપરવાઇઝર જયશ્રીબેન પરમાર સહિત નીતાબેન, હીનાબેન, હંસાબેન, હીરલબેન,કામિનીબેન દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામા આવ્યું હતું.