GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગરપાલિકા દ્વારા પાણી ની પાઇપ માટે ખોદકામ બાદ યોગ્ય પુરાણ નહીં થતાં વાહનો ફસાયા.

 

તારીખ ૩૦/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

તાજેતરમાં ખાબકેલા થોડાજ વરસાદે પાલિકા તંત્રની કામગીરીની લઇ ને વાહનચાલકો ભોગ બની રહયા છે.પંચમહાલ જિલ્લાના કાલોલ ની નગરપાલીકા હાલ ચીફ ઓફિસર અને વહીવટદાર ના હાથ માં છે તેવા માં કાલોલ શેહેર માં અનેક પ્રકારની પારાવાર તકલીફો નો સામનો કાલોલ નગર જનો કરી રહ્યા છે એ પછી સાફ સફાઈ હોઈ કે સ્ટ્રીટ લાઈટો હોઈ કે મૂળભૂત જરરિયતો હોઈ કાલોલ નગરપાલિકા ના વહીવટદારો ને કોઈ પણ પ્રકારની ચિંતા ના હોઈ તેવું દેખાય રહ્યું છે. જ્યાં નગરપાલિકા દ્વારા થોડા સમય અગાઉ થી કાલોલ માં પીવાના પાણી ની લાઈનની કામગીરી અંતર્ગત ખોદકામ કરવામાં આવી રહ્યું છે.ત્યારે આ કામગીરી દરમ્યાન યોગ્ય રીતે પુરાણ કરવામાં નહીં આવતાં તાજેતરમાં થયેલા વરસાદમાં માટી બેસી જતાં માર્ગ ઉપરથી અવરજવર કરતાં અનેક વાહનચાલકો ફસાઈ રહયા છે.ત્યારે તંત્ર દ્વારા યોગ્ય રીતે પુરાણની કામગીરી કરવામાં આવે અને ચોક્કસ ભ્રષ્ટાચાર વગરનું કામ થાય તેવી કાલોલ નગર જનો ની માંગ ઉઠવા પામી છે.

Back to top button
error: Content is protected !!