GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: વિકાસ સપ્તાહ અંતર્ગત સર્વોદય કોલેજ ખાતે વ્યાખ્યાન યોજાયું
તા. 6/10/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot: વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૪ વર્ષના સુસાશનને વધાવતા આજથી પ્રારંભ થયેલા વિકાસ સપ્તાહ નિમિત્તે રાજકોટની સર્વોદય કોલેજ ખાતે વ્યાખ્યાન યોજાયું હતું.
સર્વોદય કોલેજ દ્વારા ‘યુવા સશક્તિકરણ દિવસ’ ની ઉજવણીના ભાગરૂપે આયોજિત કાર્યક્રમમાં યુવા મોટિવેશનલ સ્પીકર શ્રી હર્ષલ માંકડ દ્વારા કોલેજના છાત્રોને પ્રેરણાત્મક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીગણ, પ્રાધ્યપકશ્રીઓ તેમજ મોટી યુવા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.