Rajkot: રાજકોટ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૩૦ના રોજ યોજાશે
તા. 7/10/2025
વાત્સલયમ્ સમાચાર
તાલુકા કક્ષાનો કાર્યક્રમ તા. ૨૯મીએ મામલતદાર કચેરીએ યોજાશે
Rajkot: રાજકોટ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ (સ્વાગત) કાર્યક્રમ આગામી તારીખ ૩૦ ઓક્ટોબરનાં રોજ યોજાશે. આ ઉપરાંત તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૯ ઓક્ટોબરના રોજ સબંધકર્તા મામલતદાર કચેરી ખાતે યોજાશે.
જિલ્લા કક્ષા માટે તા. ૧૦ ઓક્ટોબર સુધીમાં સંબંધિત ખાતા-વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને નાગરિકો ફરિયાદો-પ્રશ્નો મોકલી શકશે. તથા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંગેના પ્રશ્નો બે નકલમાં સંબંધ કર્તા મામલતદારશ્રીને તારીખ ૧૦ ઓક્ટોબર સુધીમાં મોકલી આપવા જણાવાયું છે.
જિલ્લાનો ઓક્ટોબર માસનો સ્વાગત કાર્યક્રમ તા.૩૦/૧૦/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે જિલ્લા કલેક્ટર કચેરી, ત્રીજા માળે સભાખંડમાં યોજાશે. વધુ જાણકારી માટે ફોન નં. ૦૨૮૧ ૨૪૪૭૭૬૬૦થી ૬૪ પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.