KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના મોટી પીંગળી ગામના ખેડૂતના ખેતરમાંથી ડામર રોડ બની જતા અસરગ્રસ્ત ખેડૂતની તંત્રને રજૂઆત

 

તારીખ ૦૪/૧૦/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના મોટી પીંગળી ગામે રહેતા રવિન્દ્રસિંહ રાવજીભાઈ સોલંકી ની મોજે પીગળી ગામ સરવે નંબર 281 માં ખેતીની જમીન આવેલ છે જે જમીનમાં આજથી બે એક વર્ષ પહેલા માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોટી પીગળી થી કરડા તરફ જવાનો પાકો ડામર રોડ બનાવી દીધેલો છે આ બાબતે અસરગ્રસ્ત ખેડૂતની કોઈ સંમતિ લેવામાં આવી નથી ખેડૂતને કોઈ જાણકારી આપી નથી. કે આ જમીનનું કોઈ વળતર પણ ચૂકવ્યું નથી ખેડૂત દ્વારા સ્થાનિક ગ્રામ પંચાયત અને કાલોલના માર્ગ મકાન વિભાગમાં લેખિત રજૂઆત કરી આરટીઆઇ કાયદા હેઠળ માહિતી માગવામાં આવી છે આ બાબતે પીંગળી ગામના સરપંચ સાથે વાતચીત કરતા તેઓએ જણાવેલ કે ગ્રામ પંચાયતમાં ઠરાવો કરેલો છે અને ડામર રોડ બને ઘણો સમય થઈ ગયો છે જે તે વખતે અરજદાર ખેડૂતે કોઈ વિરોધ કરેલો નથી જ્યારે બીજી તરફ માર્ગ અને મકાન વિભાગના નાયબ ઇજનેરનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે આ ડામર રોડ મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ બનાવવામાં આવેલો છે જેમાં ગ્રામ પંચાયતે સંમતિ આપેલ છે તેમજ જે તે વખતના ધારાસભ્ય નો પણ પત્ર મળેલ છે. જો ખેડૂતે સમયસર વાંધો લીધો હતો રોડ બન્યો ના હોત મુખ્યમંત્રી યોજના હેઠળ વળતરની કોઈ જોગવાઈ નથી. બીજી તરફ ખેડૂત જણાવે છે કે તે મોટેભાગે કડિયા કામ કરતો હોવાથી ગામની બહાર રહે છે અને પોતાની જમીન ક્યાં છે તે બાબતે તેને તે વખતે કોઈ જાણ હતી નહીં જેના કારણે તેને કોઈ વાંધો વિરોધ દર્શાવ્યો ન હતો ત્યારે ગ્રામ પંચાયતે પણ આવો ઠરાવ કરતા અગાઉ જમીન કોની માલિકીની છે તેનો કોઈ અભ્યાસ કર્યો હતો કે કેમ એવો પ્રશ્ન ઉદભવે છે.

Back to top button
error: Content is protected !!