GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

જયનારાયણ હોસ્પિટલ મધવાસ ખાતે ફ્રી મેગા મેડિકલ કેમ્પ યોજીને ડૉ.સુનીલ પરમારે જન્મ દીન ની અનોખી રીતે ઉજવણી કરી.

 

તારીખ ૦૮/૧૦/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના મધવાસ ખાતે ડૉ.સુનિલ પરમારના જન્મ દિવસે જયનારાયણ હોસ્પિટલ ખાતે ફ્રી મેગા મેડિકલ કેમ્પ નુ આયોજન કરીને અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં આ કેમ્પમાં વિશાળ સંખ્યા માં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.આ કેમ્પમાં ઉપસ્થિત તમામ રોગના દર્દીઓની નિઃશુલ્ક તપાસ સાથે નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવી હતી.આ કેમ્પમાં અન્ય રોગની સાથે પથરીના દર્દીઓ ને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. પથરીના દર્દીઓ ખૂબ દૂર દુર થી આવી લાભ લીધો હતો. આ કેમ્પમાં ડોક્ટરો,તેમનો સ્ટાફ અને મિત્રોએ કાર્યક્રમ ને સફળ બનાવવામાં ખૂબ જ સહયોગ પૂરો પાડ્યો હતો.આ આખા વિસ્તારના લોકોને નિઃશુલ્ક સેવા પૂરી પાડવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.અને તેમના જન્મદિવસે દરિદ્ર નારાયણ ની સેવા કરતા સહુએ તેમના દીર્ઘાયુ ની પ્રાર્થના કરી હતી.

Back to top button
error: Content is protected !!