CHOTILAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા SDM એ હંગામી ફટાકડાના વેચાણ સ્ટોરેજ માટે બેઠક યોજી વેપારીઓને કડક નિયમોનું પાલન કરવા તાકીદ

તા.08/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેકટર એચ. ટી. મકવાણાના અઘ્યક્ષ સ્થાને ચોટીલા સબ ડીવીઝન હેઠળના ચોટીલા, મુળી, થાનગઢ તાલુકામાં તથા અન્ય ગામોમાં જે વ્યકિતઓ, વેપારીઓ હંગામી ફટાકડાનું વેચાણ અને સ્ટોરેજ કરવા માગતા હોય તેઓને ૫રવાના ઇસ્યુ કરવા અંગેની બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં કાળજી રાખવા વેપારીઓને વિવિધ મુદ્દાઓની સુચના આ૫વામાં આવી હતી જેમાં નાયબ કલેકટર પ્રાંત ચોટીલા તરફથી ફટાકડાનું વેચાણ તથા સ્ટોરેજ કરવા અંગેનું લાયસન્સ ફરજીયાત હોવુ જોઇએ દુકાન ઉ૫ર રહેણાંકનું મકાન આવેલ ન હોવુ જોઇએ બે ૫રવાનેદારના સ્થળ વચ્ચે ૧૫ મીટરનું અંતર ફરજીયાત હોવુ જોઇએ દુકાન ઉ૫ર ૧૦૦૦ લીટર ક્ષમતાવાળી પાણીની ટાંકી મુકેલ હોવી જોઇએ વિજળી ઇલેકટ્રેશન, ખુલ્લી જયોત ઉ૫ર પ્રતિબંઘ રાખવાનો રહેશે, દુકાનની અંદરના ભાગે CO2 type fire extinguishers pf 4.5 kg capacity ( BIS approved ) તથા ABC type fire extinguishers of 6 kg capacity ( BIS approved ) ની બોટલો રાખવામાં આવેલી હોવી જોઇએ દુકાનમાં પ્રવેશ દ્વારના ભાગે રેતી ભરેલી લોખંડની બે ડોલ મુકેલ હોવી જોઇએ, ૨૦૦ લિટરનો વોટર ડ્રમ દુકાનની બહારના ભાગે રાખવાનો રહેશે, બીડી, સિગારેટ, માચીસ વિગેરે જેવી વસ્તુઓ ઉ૫ર પ્રતિબંઘ છે તે અંગેનું બોર્ડ લગાવવાનુ રહેશે, એકઝપ્લોઝીવ રૂલ્સ ૨૦૦૮ અને સરકારશ્રીની વખતો વખતની ગાઇનલાઇન મુજબ વેચાણ તેમજ સ્ટોરેજ કરવા સહિત નાયબ કલેકટર ચોટીલા એચ. ટી. મકવાણા દ્વારા ચર્ચા કરવા આવી હતી આ બેઠકમાં મામલતદાર ચોટીલા, મામલતદાર થાનગઢ મામલતદાર મુળી, પોલીસ ઇન્સ્પેકટર ચોટીલા, પીઆઇ, નાની મોલડી પીઆઇ, થાનગઢ પીઆઇ મુળી, ચોટીલા, મુળી, થાનગઢ તાલુકાના ફટાકડાના મોટી સંખ્યામાં વેપારીઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!