તા.૦૮.૧૦.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ પરેલ જુનિયર રેલ્વે ઇન્સ્ટિટ્યૂટ ખાતે વાલ્મિકી સમાજ સેવા સંસ્થાન દાહોદ દ્રારા વાલ્મિકી જન્મ જ્યંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી
દાહોદના ફ્રીલેન્ડગંજમાં વાલ્મિકી જન્મજયંતિ નિમિત્તે સન્માન સમારંભ
દાહોદ જિલ્લા મુખ્ય મથક ફ્રીલેન્ડગંજ ખાતે આવેલ જુનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટમાં આજ રોજ વાલ્મિકી જન્મજયંતિ નિમિત્તે વાલ્મિકી સમાજ દ્વારા ભવ્ય સન્માન સમારંભ યોજાયો હતો. સમાજના આગેવાનો તથા લોકપ્રતિનિધિઓની ઉપસ્થિતિ વચ્ચે આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.દીવા પ્રગટાવી કાર્યક્રમનો આરંભ કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે દીવા પ્રગટાવી કરવામાં આવી હતી. વાલ્મિકી સમાજના આગેવાનો દ્વારા ભગવાન વાલ્મિકીના જીવનદર્શનો અને તેમના આદર્શોને યાદ કરીને સમાજને એકતા, શિક્ષણ તથા પ્રગતિના માર્ગે આગળ વધવા માટે પ્રેરિત કરવામાં આવ્યો.સમાજના આગેવાનોનું સન્માન આ પ્રસંગે સમાજમાં ઉત્તમ કાર્ય કરી રહેલા, શિક્ષણ, સામાજિક સેવા અને સકારાત્મક પ્રવૃત્તિઓમાં આગેવાની લેતા લોકોને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન દ્વારા યુવા પેઢીને પ્રેરણા મળી રહે તેવો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો હતો.આગેવાનોની હાજરી આ કાર્યક્રમમાં વાલ્મિકી સમાજના આગેવાનો અને દાહોદ શહેર પ્રમુખ.અર્પીલ ભાઈ શાહ, નગરપાલિકા ઉપ પ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ, વોર્ડ નંબર:૫ ના કાઉન્સિલર બિજલભાઈ ભરવાડ , કિંજલબેન, પ્રેમીલાબેન, યુવા મોર્ચા ના પૂર્વ ઉપ પ્રમુખ ચિરાગભાઈ, ફતેપુરા તાલુકા આર.એસ.એસ ના સરસંઘચાલક મુકેશભાઈ પીઠાયા,વોર્ડ નંબર:૪ ના કાઉન્સિલર રાકેશભાઇ નાગોરી, દાહોદ જિલ્લા ભાજપા એસ.સી મોર્ચા ઉપ પ્રમુખ વીરેન્દ્ર નૈયા હાજર રહ્યા હાજર રહયા અને વાલ્મિકી સમાજ સેવા સંસ્થાન દ્વારા વાલ્મિકી સમાજના વિવિધ ક્ષેત્રે સારા કાર્ય કરનાર લોકો નું સન્માન કરવામાં આવ્યું એકતાની પ્રેરણા કાર્યક્રમ દરમિયાન બોલતા આગેવાનોએ જણાવ્યું કે વાલ્મિકી સમાજ હંમેશા સત્ય, અહિંસા અને પરોપકારના માર્ગે ચાલ્યો છે. આજના સમયમાં સમાજના યુવાઓએ શિક્ષણ અને સંસ્કાર સાથે આગળ વધીને સમાજના વિકાસમાં યોગદાન આપવું જરૂરી છે.ઉપસ્થિતોની ભાવનાઓ સમારંભમાં હાજર રહેલા એક અગ્રણીએ જણાવ્યું કે- “આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સમાજના લોકોનું મનોબળ વધે છે અને સમાજમાં એકતા તથા પ્રગતિશીલ વિચારધારા મજબૂત બને છે.