તા.૦૮.૧૦.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:એસ.આર. કડકીયા સ્કૂલ ઓફ નર્સિંગ, રળિયાતી દાહોદ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત આરોગ્ય-પોષણ વિષયક વિશિષ્ટ વાર્તાલાપ યોજાયો
દાહોદ જિલ્લામાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી અંતર્ગત આજ રોજ રળિયાતી ખાતે સ્થિત એસ.આર. કડકીયા સ્કૂલ ઓફ નર્સિંગમાં આરોગ્ય અને પોષણને કેન્દ્રમાં રાખીને વિશિષ્ટ વાર્તાલાપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનું પ્રમુખસ્થાન માન. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતે સંભાળ્યું હતું, જેમાં વિવિધ આરોગ્યમૂલક મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું.વિદ્યાર્થીઓને કિશોરાવસ્થામાં યોગ્ય પોષણ, એનિમિયાની નિવારણ, માનસિક આરોગ્ય, અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના મહત્વ અંગે માહિતી આપવામાં આવી. સાથે જ સિકલ સેલ અંગે સવિસ્તાર માહિતી આપી, આ રોગ અંગે કોલેજના વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું. તેમને લગ્ન પહેલા સિકલ સેલ રિપોર્ટ કરાવવાની અનિવાર્યતા અંગે જાગૃતિ અપાઈ.કાર્યક્રમના મુખ્ય આકર્ષણો :1. તરુણાવસ્થામાં શારીરિક તથા માનસિક આરોગ્ય અંગે જાગૃતિ 2. કુપોષણ અને એનિમિયા નિવારણ માટે માર્ગદર્શન 3. યોગ્ય આરોગ્ય સેવાઓ અને હેલ્થ-સીકિંગ વ્યવહાર અંગે માહિતી 4. સ્વસ્થ જીવનશૈલીની પ્રેરણા 5. જીવન કૌશલ્ય અને યુવા સશક્તિકરણના મુદ્દાઓ પર ચર્ચા 6. પ્રશ્નોત્તરી સત્ર દ્વારા વિદ્યાર્થીઓના શંકા નિવારણ 7. સિકલ સેલ રોગ અંગે તાલીમ, માહિતી અને સ્ક્રીનિંગ 8. ટી.બી. રોગ અંગે જાગૃતિ અને સારવાર વિશે માહિતી – જેમાં જાણવા મળ્યું કે નિયમિત દવાથી ટી.બી. સંપૂર્ણપણે મટી શકે છે 9. PMJAY હેઠળ 70 વર્ષની ઉપરના નાગરિકો અને સરકારી કર્મચારીઓ માટે આયુષ્યમાન કાર્ડ બનાવવાની કામગીરી કરવામાં આવશે 10. વિકાસ સપ્તાહ અંતર્ગત આરોગ્ય અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી આ કાર્યક્રમના માધ્યમથી “વિકસિત ભારત”ના સંકલ્પને સમર્પિત સ્વસ્થ સમાજ તરફનો મજબૂત પગથિયો ભરવામાં આવ્યો. વિકાસ સપ્તાહનો આ આરોગ્ય કાર્યક્રમ સમાજમાં આરોગ્ય જાગૃતિ અને યુવા સશક્તિકરણ માટે ઉદ્દીપક સાબિત થયો.કાર્યક્રમમાં આશરે 200 જેટલા નર્સિંગ વિદ્યાર્થીઓ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ભગીરથ બામણીયા, આર.બી.એસ.કે.ના ડૉ. પ્રફુલ ઠક્કર, ડૉ. પ્રદીપ વાળંદ, ડૉ. હેતલ ગાંધી, કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કૈલાશ એલ. લતા, PMJAY DPC મેઘલ કડિયા, IEC-SBCC દિપક પંચાલ તથા શિક્ષકગણ અને આરોગ્ય અધિકારીઓએ હાજરી આપી હતી.