સમગ્ર જૂનાગઢ જિલ્લામાં અત્યારે વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે.જેમાં માળીયા હાટીના તાલુકામાં આવેલ ગડુ અને જુથળ ગામમાં વિકાસ સપ્તાહના રથનું આગમન થયું હતું. જેને ગ્રામજનોએ કુમકુમના છાંટણા કરીને વધાવી લીધો હતો.ગ્રામજનોએ વિવિધ સરકારી યોજનાઓ અંગેની માહિતી સ્થળ પર જ મેળવી હતી અને પોતાના અભિપ્રાયો આમંત્રિત મહેમાનો સમક્ષ વ્યક્ત કર્યા હતા. ગડુ ગામમાં રૂ.૭૨ લાખના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમૂહર્ત અને રૂ.૮૭ લાખના લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જયારે જુથળ ગામે રૂ.૯૩ લાખની કિંમતના ખાતમૂહર્ત કરવામાં આવ્યા હતા અને રૂ.૧૦૨ લાખના લોકાર્પણ કરવામાં આવ્યું હતું જુથળ ગામમાં ૮ લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રધાનમંત્રી આયુષ્માન યોજના, ટ્રેક્ટર સહાય, પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી ગંગા સ્વરૂપા યોજના, પૂર્ણા શક્તિ પેકેટ વિતરણ, બાલશક્તિ પેકેટ વિતરણ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.તેમજ ગડુ ગામમાં ૮ લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા હતા.જેમાં પ્રધાનમંત્રી આયુષ્માન યોજના, ખેતીવાડી વિભાગ, મિશન મંગલમ, જાતિના પ્રમાણપત્ર વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.સમગ્ર કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વેએ ભારત વિકાસ પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી.ઉક્ત સમારોહમાં આજુબાજુના ગામમાંથી પધારેલા આગેવાનો,લાભાર્થીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ