MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા લોકલ ફોર વોકલ ની વિભાવનાને સાર્થક કરવા ૬૦ સ્ટોલ સાથે સ્વદેશી મેળાનું આયોજન કરાયું; આવતી કાલે ખુલ્લો મુકાશે
MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા લોકલ ફોર વોકલ ની વિભાવનાને સાર્થક કરવા ૬૦ સ્ટોલ સાથે સ્વદેશી મેળાનું આયોજન કરાયું; આવતી કાલે ખુલ્લો મુકાશે
સ્વદેશી મેળામાં ૦૯ અને ૧૨ ઓક્ટોબરે યોજાનાર વિશિષ્ટ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના મનોરંજન માટેના વિવિધ કાર્યક્રમો યોજાશે
સ્વદેશી મેળાનો વધુને વધુ લાભ લઈ સ્થાનિક કારીગરોની રોજગારીમાં સહભાગી બનવા મોરબી વાસીઓને મહાનગરપાલિકાનો અનુરોધ
શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત વોકલ ફોર લોકલની વિભાવનાને સાર્થક કરતા મોરબી મહાનગરપાલિકા દ્વારા ૦૯ થી ૧૮ ઓક્ટોબર દરમિયાન મોરબી શહેરમાં એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળા(Shopping Festival) નું આયોજન કરવામાં આવ્યું છે. જે મેળાને આવતીકાલે તા.૦૯ ઓક્ટોબર ના રોજ ખુલ્લો મુકવામાં આવનાર છે.
દેશના માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના યશસ્વી નેતૃત્વમાં શહેરી વિકાસના ક્ષેત્રે થયેલ વિકાસને જનજની સુધી પહોંચાડવા ગુજરાત રાજ્ય સરકાર વર્ષ ૨૦૨૫ ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહી છે. ત્યારે આ ઉજવણીના ભાગરૂપે તથા વિકાસ સપ્તાહ અંતર્ગત સ્થાનિક ઉદ્યોગકારો અને હસ્તકલાના કારીગરોને સ્થાનિકે રોજગારી મળી રહે તેવા હેતુથી સરકારની લોકલ પર વોકલ ની વિભાવનાને સાર્થક કરતા ૧૦ દિવસીય સ્વદેશી મેળા(Shopping Festival) નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્વદેશી મેળામાં વિવિધ પ્રકારના સ્થાનિક ઉત્પાદન અને હસ્તકલા કારીગરીની વસ્તુઓનું પ્રદર્શન તેમજ વેચાણ કરવામાં આવશે. જેના માટે ૫૦ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. ઉપરાંત ખાણીપીણી માટેના જુદા સ્ટોલ તેમજ બાળકો માટે ફન રાઇડ્સ અને પ્લે એરિયાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સ્વદેશી મેળાના આયોજનમાં વિશિષ્ટ આકર્ષણ ઊભું કરશે મેળા ખાતે યોજાનાર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો. ૦૯ ઓક્ટોબર ના રોજ ૦૭ કલાકે તથા ૧૨ ઓક્ટોબરના રોજ સાંજે ૦૭ થી ૧૦ દરમિયાન યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના કાર્યક્રમોમાં પરંપરાગત સંસ્કૃતિ અને લોકકલાને ઉજાગર કરવામાં આવશે.
દરેક હાથને કામ અને દરેક કામને સન્માન એવા આદર્શ સાથે સ્થાનિક કારીગરોને રોજગારી પૂરી પાડવા તથા સ્થાનિક કલાઓને આગળ લાવવા માટે આયોજિત આ સ્વદેશી મેળાનો વધુને વધુ લાભ લેવા મોરબીવાસીઓને મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.