GANDHIDHAMGUJARATKUTCH

આર્ટ એન્ડ ક્રાફ્ટ, હસ્તકલા, વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ, હેન્ડીક્રાફ્ટ સહિત સ્વદેશી વસ્તુઓનું નિર્દેશન તેમજ ફૂડ સ્ટોલનું આયોજન કરાયું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ,તા-૦૮ ઓક્ટોબર : કચ્છમાં ગાંધીધામ મહાનગરપાલિકા અને દિનદયાલ પોર્ટ ઓથોરીટી, કંડલા દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકર કન્વેશન સેન્ટર, ગાંધીધામ ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શહેરી વિકાસ વર્ષ – ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે “સ્વદેશી મેળો – ૨૦૨૫” નું આયોજન કરવામાં આવ્યું હતું. મેળાનો શુભારંભ ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનરશ્રી મનીષ ગુરવાની તથા દિનદયાલ પોર્ટ ઓથોરીટીના ડેપ્યૂટી ચેરમેન નીલાભ્ર દાસગુપ્તાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દિનદયાલ પોર્ટ ઓથોરીટીના અધિકારી ગણ તેમજ શહેરના નાગરિકો હાજર રહ્યા હતા. આ મેળાનું આયોજન તા.૦૭ થી તા.૨૦ ઓક્ટોબર સુધી કરવામાં આવ્યું છે. જેનો સમય સાંજે ૪:૦૦ કલાકેથી રાત્રીના ૧૦:૦૦ કલાક સુધીનો રાખવામાં આવ્યો છે.સ્વદેશી મેળો – ૨૦૨૫નો મુખ્ય હેતુ સ્વદેશી ઉત્પાદકોને પ્રોત્સાહન આપવાનો અને વસ્તુઓને યોગ્ય મંચ આપવાનો છે. આ મેળામાં ૫૫ જેટલા સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. જેમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ, હસ્તકલા, વેસ્ટમાંથી બેસ્ટ, સુશોભાનની વસ્તુઓ, હેન્ડીક્રાફટ તેમજ ફૂડ સ્ટોલ અને બાળકો માટે રમત – ગમતની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જાહેર જનતા માટે સ્ટેજ પ્રોગ્રામ જેમ કે, પરંપરાગત સાંસ્કૃતિક નૃત્ય, લોકકળા, સંગીત, મેજિક શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો નિ:શૂલ્ક રીતે જાહેર જનતા નિહાળી શકશે તેવું ગાંધીધામ નગરપાલિકાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!