GUJARAT

તલોદ તાલુકાના રોઝડ ગ્રામ પંચાયત ખાતે ‘વિકાસ રથ’ને હોંશભેર આવકારતા ગ્રામજનો*

સાબરકાંઠા જિલ્લામાં તલોદ તાલુકાના રોઝડ ગ્રામ પંચાયત ખાતે વિકાસ સપ્તાહ -૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો. વિકાસ રથ પહોંચતા જ ગ્રામજનો દ્વારા ‘વિકાસ રથ’ને હોંશભેર આવકારવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વેએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ વિકસિત ભારત અંગેની ફિલ્મ નિહાળી હતી.
રોઝડ ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રેખાબા ઝાલા, અગ્રણી કનકસિંહ ઝાલા, તલોદ તાલુકા વિકાસ અધિકારીશ્રી આદિત્ય મોદી, સરપંચશ્રી મહેન્દ્રસિંહ ઝાલા સહિત વિવિધ મહાનુભાવો, સંબધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

મેહુલ પટેલ સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!