GUJARAT

વિકાસ સપ્તાહ–2025 : હિંમતનગર ખાતે જિલ્લાકક્ષાનો યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભમાં  યુવાઓને રોજગારની તક – ઉમેદવારોના ખુશીના અનુભવો

વિકાસ સપ્તાહ–2025 : હિંમતનગર ખાતે જિલ્લાકક્ષાનો યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભમાં  યુવાઓને રોજગારની તક – ઉમેદવારોના ખુશીના અનુભવો

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે વિકાસ સપ્તાહ-2025 ની ઉજવણી અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન પટેલની ઉપસ્થિતિમા યોજાયેલ જિલ્લાકક્ષાનો યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભમાં અનેક યુવાઓએ ઇન્ટરવ્યૂ આપીને વિવિધ કંપનીઓમાં નોકરી મેળવવાની તક મેળવી હતી.

આ પ્રસંગે પસંદ થયેલા ઉમેદવારોએ પોતાના અનુભવો શેર કરતાં જણાવ્યું કે આવા કાર્યક્રમો ગ્રામ્ય વિસ્તારોના યુવાઓ માટે આશાનું કિરણ સાબિત થાય છે.

 

ઝાલા કુલદીપસિંહ, ગામ: કડોલી,*તા.હિંમતનગર

હિંમતનગર તાલુકાના કડોલી ગામના વતની ઝાલા કુલદિપસિંહ જણાવે છે કે વિકાસ સપ્તાહ 2025 ની ઉજવણી ના ભાગરૂપે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા ભરતી મેળામાં અનેક કંપનીઓના પ્રતિનિધિઓ સાથે ઇન્ટરવ્યૂ આપવાનો મોકો મળ્યો અને મને તરત જ મને સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકેની નોકરી મળી છે. મારા જેવા ગ્રામ્ય યુવાનો માટે આ પ્રકારની તક મળવી એ ખરેખર આનંદની વાત છે. આ કાર્યક્રમથી આત્મનિર્ભર બનવા માટે નવો ઉત્સાહ મળ્યો છે.”

 

ચમાર દિપીકાબેન ભીખાભાઇ, તા.હિંમતનગર

ચમાર દિપીકાબેન ભીખાભાઇએ પોતાના અનુભવો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે – “હું હિંમતનગર તાલુકાની રહેવાસી છું. કૌશલ્ય તાલીમ લીધા બાદ રોજગાર શોધી રહ્યો હતો, ત્યારે આ સમારંભની જાહેરાત જોઈ અને ભાગ લીધો. ઈન્ટરવ્યૂ પછી મારી લાયકાત મુજબની નોકરી મળી ગઈ છે. આ યોજનાઓ ખરેખર યુવાનોને સ્વાવલંબન તરફ દોરી જાય છે. જિલ્લાની ટીમ અને આયોજનકર્તાઓનો આભાર.”

 

મૌર્ય કશિશ, *તા.હિંમતનગર

મૌર્ય કશિશે ખુશી વ્યક્ત કરતાં કહ્યું – “હું હિંમતનગર તાલુકાની રહેવાસી છું. આ સમારંભમાં હાજરી આપતાં ખૂબ સકારાત્મક વાતાવરણ અનુભવાયું. વિવિધ ક્ષેત્રની કંપનીઓ અહીં ઉપસ્થિત રહી અને યુવાઓને તક આપી. મને પણ ઈન્ટરવ્યૂ બાદ પસંદગી મળતાં ખુબ આનંદ થયો છે. આ પ્રકારના કાર્યક્રમો યુવાઓને માત્ર રોજગાર નહીં પરંતુ આત્મવિશ્વાસ પણ આ

પે છે.”

Back to top button
error: Content is protected !!