સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટીના દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંગે પ્રેસવાર્તા યોજાઈ હતી.
તા.09/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિકોણને સાકાર કરવા અને ભારતને આત્મનિર્ભર તથા વિકસિત રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર દેશમાં આત્મ નિર્ભર ભારત સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ અભિયાન થકી સ્વદેશી ઉત્પાદનો અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હેતુ છે આ રાષ્ટ્રવ્યાપી સંકલ્પને સુરેન્દ્રનગર જિલ્લામાં મજબૂત કરવાના આશયથી જિલ્લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’ ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ‘આત્મ નિર્ભર ભારત સંકલ્પ અભિયાનના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ હિરેનભાઈ હીરપરા અને પ્રશાંતભાઈ વાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની પ્રેરક ઉપસ્થિતિમાં આ અભિયાનને જિલ્લા અને મંડલ સ્તરે કેવી રીતે વધુ અસરકારક રીતે પહોંચાડી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં ગુજરાત વિધાન સભાના નાયબ મુખ્ય દંડક તેમજ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી, જિલ્લા પંચાયતના પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ધારાસભ્ય પી.કે.પરમાર સહિત જિલ્લાના તમામ મુખ્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા આ ઉપરાંત જિલ્લાના વિવિધ મોરચાઓના હોદ્દેદારો મંડલના પ્રમુખ મહામંત્રીઓ, સંગઠનના હોદ્દેદારો, અગ્રણી આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આ બેઠકમાં સક્રિયપણે ભાગ લીધો હતો આ બેઠક દ્વારા જિલ્લાના છેવાડાના માનવી સુધી ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મ નિર્ભરતાનો સંદેશ પહોંચાડવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.