GUJARATHIMATNAGARSABARKANTHA
હિંમતનગરની હાથમતી નદીના પટમાંથી એક નવજાત મૃત ભ્રૂણ મળી આવતા ચકચાર
હિંમતનગર બી.ડિવિઝન પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરની હાથમતી નદીના પટમાંથી ગુરુવારે સવારે એક નવજાત મૃત ભ્રૂણ મળી આવતા ચકચાર મચી ગઈ હતી સ્થાનિકોએ આ અંગે ૧૧૨ નંબર પર જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે
આ અંગે મળતી માહિતી મુજબ આ ઘટના હિંમતનગરથી ભોલેશ્વર જતા હાથમતી ઓવરબ્રિજ નીચે બની હતી નદીના પટમાં પથ્થરો વચ્ચે સ્થાનિકોને આ મૃત ભ્રૂણ જોવા મળ્યું હતું સ્થાનિકો દ્વારા ૧૧૨ જન રક્ષકને જાણ કરતા ૧૧૨ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી ત્યારબાદ ૧૧૨ દ્વારા હિંમતનગર બી.ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી બી. ડિવિઝન પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી આ ઘટનાને પગલે ઓવરબ્રિજ પર અવરજવર કરતા લોકોના ટોળા પણ જોવા મળ્યા હતા જ્યારે નવજાત મૃત ભ્રૂણ મળતા લોકો અજાણી જનેતા માતા પર ચોતરફ ફિટકાર વરસાવી રહ્યા છે♠
મેહુલપટેલ.