MORBI:મોરબીના સુપર માર્કેટ નજીક પાર્કિંગમાથી બાઈકની ચોરી
MORBI:મોરબીના સુપર માર્કેટ નજીક પાર્કિંગમાથી બાઈકની ચોરી
મોરબીના શનાળા રોડ પર આવેલ સુપર માર્કેટ પાસે ગેટ નં -૦૧ પાસે પાર્કિંગમાથી યુવકનું કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ જુનાગઢ જીલ્લાના વતની અને હાલ મોરબીની મહેન્દ્ર ચોકડી પાસે પ્રભુકૃપા સોસાયટી શુભ પેલેસ બ્લોક નં -૧૦૩ માં રહેતા અને અભ્યાસ કરતા પાર્થ રમેશભાઈ સાવલિયા (ઉ.વ.૨૩) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના શનાળા રોડ પર આવેલ સુપર માર્કેટ પાસે ગેટ નં -૦૧ પાસે પાર્કિંગમાથી ફરીયાદીનુ હીરો કંપનીનું સ્પ્લેન્ડર મોટરસાયકલ રજીસ્ટર નંબર જીજે-૦૧-જે ડબલ્યુ -૫૦૬૮ જેની કિંમત રૂપિયા ૫૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.