ફૈઝ ખત્રી…શિનોર
જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુનિલ અગ્રવાલ ના ઓ ધ્વારા ઓપરેશન પરાક્રમ હેઠળ વડોદરા જિલ્લા માં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા અનડિટેકટ ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનેગારો ને પકડવા સુચના આપેલ છે…
જે આધારે એ.એમ.પટેલ ડીવાયએસપી શ્રી ડભોઇ તથા બી.એન ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સિનોર ના ઓ ને વધુ માં વધુ કામગીરી કરવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
જ્યારે શિનોર પોલીસ ના ચોપડે નોંધાવેલ 25/ 9 /2025 ના રોજ માલસર ગામની મસ્જિદ માં બનેલ ગુનાહિત હકીકત જે કાળા કલરની વેગેનર ગાડી જેનો નંબર GJ 06 BL 4845 નો ચાલક માલસર ગામમાં આવેલ ફાતિમાં જોહર મસ્જિદ માં રાખેલ દાન પેટી માં આવેલ દાન જેમાં અંદાજે સરેરાશ રૂપિયા ₹40,000 ની ચોરી કરી એક ઇસમ ભાગી છૂટયો હતો..
જેની સિનોર પોલીસ દ્વારા ગંભીરતાપૂર્વક નોંધ લઇ સિનોર પોલીસ સ્ટેશન ના પી,આઈ શ્રી બી,એન ગોહિલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફની તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા
સિનોર પોલીસ દ્વારા ટેકનિકલ સ્પોટ અને હ્યુમનસોર્સ ની મદદ લેવામાં આવી હતી…
હ્યુમન સોર્સ ની મદદ થી કાળા કલરની વેગેનર ગાડી માં બેસેલ ઈસમ દ્વારા આ ગુનો આચરવા ની હકીકત જાણે આવેલ જે અનુસંધાને કાળા કલરની વેગેનાર ગાડી અને ચોરી કરનાર મહંમદ ઈસુફ શેખ ને સિનોર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ હતો..
સિનોર પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા 9,000 અને વેગેનાર ગાડી જેની કિંમત 50,000 અને મોબાઈલ નંગ્ એક જેની કિંમત ₹ 5,000 નો મુદ્દામાલ શિનોર પોલીસ ધ્વારા કબજે કરવામાં આવ્યો હતો…
આ આરોપી દ્વારા આણંદ જિલ્લા માં મસ્જિદો માં અને રાજપીપલા ખાતે દરગાહ માં તેમજ પડી ખાતે રહેતા યાવરમીયા ફકીરમિયા સૈયદ ના ઘરે થી સોનુ તેમજ રોકડ મળી 4.30.000 ની ચોરી કરેલ ની કબુલાત કરી હતી…
શિનોર પોલીસ ધ્વારા આરોપી ના રિમાન્ડ માગવામાં આવે તો અનેક દરગાહ અને મસ્જિદ માં થયેલ ચોરી નો ભેદ ઉકલી શકાય છે…