હાલાર પંથકમાં બેરોજગારો માટે રોજગાર કચેરીની સરાહનીય કામગીરી
*વિકાસ સપ્તાહ-૨૦૨૫**જામનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા છેલ્લા ૮ વર્ષમાં ૫૭૯૦૫ રોજગારવાચ્છું ઉમેદવારોને રોજગારી અપાઈ*
*સરકાર દ્વારા આયોજિત ભરતીમેળાઓ થકી રોજગારી મેળવી યુવાઓ બન્યા આત્મનિર્ભર*
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસયાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. આ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેની વિકાસ ગાથા જન જનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલન નેતૃત્વ હેઠળરાજ્યમાં તા.૭થી તા.૧૫ ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી થઇ રહી છે.
નોકરીવાંચ્છુઓને તથા નોકરીદાતાઓને એકબીજા સાથે મેળવી આપવાનું કામ કરતી સરકાર હસ્તકની કચેરી એટલે રોજગાર કચેરી. નોકરી શોધનારાઓને માટે કઈ કઈ જગ્યાએ નોકરીની તકો ઉપલબ્ધ છે તે અંગેની તથા નોકરીદાતાઓને કયા પ્રકારના કર્મચારીઓની જરૂર છે તે અંગેની માહિતી ભેગી કરવી, આ રીતે એકત્રિત થયેલી માહિતીની જાણ સંબંધિત વ્યક્તિઓને કરવાનું કામ રોજગાર વિનિમય કચેરીઓ બજાવે છે. વ્યવસાયલક્ષી સલાહ અને માર્ગદર્શન પૂરું પાડવું, સરકારી એજન્સીઓને, નોકરીદાતાઓને તથા આમ જનતાને ઉપયોગી થાય તેવી નોકરીઓ અંગેની સામાન્ય માહિતી પૂરી પાડવાની કામગીરી રોજગાર કચેરીઓ દ્વારા કરવામાં આવતી હોય છે.
જામનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા પણ સમયાંતરે વિવિધ રોજગાર ભરતીમેળાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં વિવિધ ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા ઉપસ્થિત રહી સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવતી હોય છે. આ પ્રકારે છેલ્લા ૮ વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૧૮ થી વર્ષ ૨૦૨૫ દરમિયાન જામનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ૫૭૯૦૫ રોજગારવાચ્છું ઉમેદવારોને રોજગારી આપવાનું કાર્ય કરવામાં આવ્યું છે. જેના થકી યુવાઓ આત્મનિર્ભર બન્યા છે. વર્ષ ૨૦૧૮માં ૧૦૦૫૨ જરૂરિયાતમંદ લોકોને, વર્ષ ૨૦૧૯માં ૮૬૦૮, વર્ષ ૨૦૨૦માં ૪૯૬૫, વર્ષ ૨૦૨૧માં ૫૭૩૭, વર્ષ ૨૦૨૨માં ૭૦૦૦, વર્ષ ૨૦૨૩માં ૭૨૪૭, વર્ષ ૨૦૨૪માં ૭૪૫૪ તથા ચાલુ વર્ષ ૨૦૨૫ દરમિયાન અત્યાર સુધીમાં ૬૮૪૨ જરૂરીયાતમંદ લોકોને રોજગારી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત@૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં યુવાઓની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. જેમાં ગુજરાત પણ યુવાનોને રોજગારી આપીને વિકસિત ગુજરાતની નેમ સાથે આ અભિયાનમાં અગ્રેસર બનીને સહભાગી થઈ રહ્યું છે. જે અંતર્ગત રાજ્યની રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૦-૨૧થી ૨૦૨૪-૨૫ સુધીમાં કુલ ૭,૭૧૨ ભરતીમેળાઓ તથા અન્ય સહાયક પ્રવૃતિઓ થકી અંદાજે ૧૩.૯૯ લાખ કરતા વધુ યુવાઓને રોજગારી આપવામાં આવી છે. ભારત સરકાર દ્વારા માર્ચ-૨૦૨૩માં પ્રસિદ્ધ થયેલા ‘એમ્પ્લોયમેન્ટ એક્ષ્ચેન્જીસ સ્ટેટીસ્ટીકસ-૨૦ર૩’ મુજબ વર્ષ ૨૦ર૨માં રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા રોજગારીની તકો પ્રદાન કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે આવેલું છે.તેમ જામનગર જીલ્લા માહિતી કચેરીથી ના.મા.નિ.સોનલબેન જોષીપુરાના માર્ગદર્શન હેઠળનો સીનિયર સબ એડીટર પારૂલ કાનગળનો અહેવાલ જણાવે છે
__________________
ભરત જી.ભોગાયતા
b.sc.,ll.b.,d.n.y.(GAU)
પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)
8758659878
bhogayatabharat@gmail.com