DAHOD

દાહોદ માં ધોરણ -11 વિજ્ઞાન પ્રવાહમા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના સ્વાગતનો કાર્યક્રમ શાળાના આચાર્યા અધ્યક્ષ સ્થાને

તા. ૧૬. ૦૬. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ માં ધોરણ -11 વિજ્ઞાન પ્રવાહમા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના સ્વાગતનો કાર્યક્રમ શાળાના આચાર્યા અધ્યક્ષ સ્થાને

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર. એન્ડ એલ .પંડ્યા હાઈસ્કુલ અને મતિ એસ.એમ કૂંદાવાલા હાયર સેકન્ડરી સ્કૂલ દાહોદ માં ધોરણ -11 વિજ્ઞાન પ્રવાહમા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના સ્વાગતનો કાર્યક્રમ શાળાના આચાર્યા મતિ નિતીક્ષાબેન પટેલ ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો જેમાં તેમને શાળામાં વિદ્યાર્થીઓને આવકારતા સ્વાગત પ્રવચન કર્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માધ્યમિક વિભાગ માંથી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આવતા વિદ્યાર્થીઓને નવા વાતાવરણ, નવા અભ્યાસક્રમ તથા તેમાં આવતી મુશ્કેલીઓનો અને ભવિષ્યમાં કારકિર્દી ના નવા યોગ્ય વિકલ્પની સમજ આપવાનો હતો જે અંતર્ગત શાળાના શિક્ષક કમલેશભાઈ લીમ્બાચીયા એ બાળકોને જીવ વિજ્ઞાન વિષય સાથે સંલગ્ન કારકિર્દીના વિકલ્પથી માહિતગાર કર્યા તથા તેના માટે જરૂરી આયોજનની સમજ સવિસ્તાર આપી હતી રસાયણવિજ્ઞાનના શિક્ષક ઉમંગભાઈ દરજીએ બાળકોને અભ્યાસમાં પડતી મુશ્કેલીઓના નિરાકરણની સમજ આપી હતી, જ્યારે ધર્મેશભાઈ લાલપુરીયા એ બાળકોને યોગ્ય કારકિર્દી પસંદ કરવા માટે માહિતી આપી હતી,તેમજ આભાર વિધિ કરી હતી સમીરભાઈ ચૌધરી એ બાળકોને કેડબરી દ્વારા મોઢું મીઠું કરાવી વિધ્યાર્થિઓનું શાળામાં સ્વાગત કર્યું હતું

Back to top button
error: Content is protected !!